गुजरात

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથે પકડાયો | adityasinh rathod arrested rajkot illegal weapons gls college attacker


Ahmedabad News: કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડની રાજકોટ એસઓજી (નાર્કોટિક્સ સેલ) ટીમે ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં ધરપકડ કરી છે. આ પહેલા 13 મે 2026ના રોજ અમદાવાદમાં GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર હુમલો કરનારો રીઢો ગુનેગાર પણ આદિત્યસિંહ રાઠોડ જ હતો, જે મુદ્દે નવરંગપુરા પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવીને પંચનામું કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનાની ગંભીરતા જોઈને પોલીસે તેનો વરઘોડો પણ કાઢ્યો હતો, પરંતુ તેને સહેજ પણ પસ્તાવો ન હતો. હવે તેણે જામીન પર છૂટીને ફરી એકવાર ગુનો આચર્યો છે. 

રાજકોટ એસઓજીના પેટ્રોલિંગ કરતી વખતે ઝડપાયા 

વાત એમ છે કે, રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (નાર્કોટિક્સ) સેલની ટીમ 16 મેના રોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે ન્યારી ડેમ મેઇન રોડ નજીક જાહેરમાં એક કાર નં. GJ-01-KW-0007 પાર્ક કરેલી હતી. આ કારમાં બે શંકાસ્પદ શખસો જોવા મળતા તેમની તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન તેમની પાસેથી ગેરકાયદે હથિયારો મળી આવતા તેમની અટકાયત કરાઈ હતી. 

જર્મન બનાવટની રિલોલ્વર અને જીવતો કારતૂસ મળ્યો

આ કારમાં આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ (ઉં.18) અને ધ્રુમિલ અમિતભાઈ ઠાકોર (ઉં.20) હતા. આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પોલીસે તેમની પાસેથી જર્મન બનાવટની એક રિવોલ્વર, એક જીવતો કારતૂસ, વિવિધ કંપનીના મોબાઈલ ફોન અને કાર જપ્ત કરી લીધી હતી. 

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથે પકડાયો 2 - image

કુખ્યાત બુટલેગરનો પૌત્ર અત્યંત રીઢો ગુનેગાર

આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ અત્યંત રીઢો ગુનેગાર છે. આ પહેલા પણ અમદાવાદ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ ગુનો દાખલ થઇ ચુક્યો છે. અમદાવાદનાં એફ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઇ ચુક્યાં છે. આ ઉપરાંત નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ છે. જ્યારે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ છે. ત્યારે વધારે એક ગુનો દાખલ થયો છે. દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથે પકડાયો 3 - imageGLS કોલેજ બહાર વિદ્યાર્થીની હત્યાનો કર્યો હતો પ્રયાસ

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર હુમલો કરીને તેની હત્યાનો પ્રયાસ પણ કરી ચુક્યો છે. મુખ્ય આરોપી આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડની ધરપકડ કરાઇ હતી અને નવરંગપુરા પોલીસે ગંભીર ગુનાના સ્થળે આરોપીનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નવમી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે આ બનાવ બન્યો હતો. પીડિત વિદ્યાર્થી પોતાની કારમાં બેઠો હતો ત્યારે 19 વર્ષીય આદિત્યસિંહ રાઠોડ અને તેના બે મિત્રોએ કાર અને મોપેડ પર આવી અચાનક હુમલો કર્યો હતો. આરોપીઓએ હથિયાર વડે કારના કાચ તોડી નાખ્યા હતા અને પીડિતના ગળાના ભાગે ચાકુથી મારવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

વિગતે વાંચવા કરો ક્લિક: અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનારો મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે વરઘોડો કાઢ્યો

9 મહિના પહેલા શાહીબાગમાં અકસ્માત સર્જી એક્ટિવાચાલકનો જીવ લીધો હતો

અમદાવાદના શાહીબાગમાં કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે મોંઘીદાટ કાર વડે નિર્દોષ એક્ટિવાચાલકને ટક્કર મારીને તેનો જીવ લીધો હતો. કારચાલકે પૂરપાટ ઝડપે કાર વડે એક્ટિવાચાલકને ટક્કર મારી હતી. જેના કારણે એક્ટિવાચાલક નજીકમાં ઊભેલી રિક્ષા સાથે ટકરાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આરોપી આદિત્ય રાઠોડના દાદા કિશોરસિંહ રાઠોડ અમદાવાદનો કુખ્યાત અને લિસ્ટેડ બૂટલેગર છે. આરોપીના પિતા દિલીપસિંહ પણ બૂટલેગર છે. આરોપી પણ સોશિયલ મીડિયામાં રોફ જમાવવા માટે હથિયારો સાથે ગાડીમાં વીડિયો બનાવે છે.

વિગતે વાંચવા કરો ક્લિક: કુખ્યાત બુટલેગરના પૌત્રએ નિર્દોષ એક્ટિવા ચાલકને ઉડાવ્યો, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત





Source link

Related Articles

Back to top button