गुजरात

વડાપ્રધાનને સરદાર રત્ન એવોર્ડ આપવા બાબતે અભદ્ર કોમેન્ટ કરનાર ભાવિક અમીન સામે ગુનો | Making obscene comments about the Prime Minister being awarded the Sardar Ratna is a crime



વડોદરાઃ વડાપ્રધાનના સરદારધામના કાર્યક્રમ બાબતે સમાજની લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર પૂર્વ કોંગી કાર્યકર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

નિઝામપુરાના મહાદેવનગરમાં રહેતા કેબલ ઓપરેટર પુરવકુમાર પટેલે પોલીસને કહ્યું છે કે,તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરદારધામના કાર્યક્રમમાં આવ્યા હતા. જે દરમિયાન તેમને સરદાર ગૌરવ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ મુદ્દે ભાવિક અમીને ફેસબુક પર બીભત્સ કોમેન્ટ કરતી પોસ્ટ મૂકી હતી.જેને કારણે સમાજમાં ધિક્કારની લાગણી ઉપજે તેમ છે.

યુવકે આ પોસ્ટનો સ્ક્રીનશોટ લઇ સાયબર સેલને જાણ કરાતાં પોલીસે ગુનો નોંધ્યો છે.



Source link

Related Articles

Back to top button