गुजरात

અમદાવાદ કોંગ્રેસમાં ભડકો: નિરાશાજનક પરિણામો બાદ 6 વોર્ડ પ્રમુખ સસ્પેન્ડ, શહેર પ્રમુખના રાજીનામાની માંગ | Ahmedabad Congress Crisis: 6 Ward Presidents Suspended Over Poor Results


Ahmedabad Congress News : અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં જ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીમાં પક્ષના નિરાશાજનક પ્રદર્શન અને નબળી કામગીરીને લઈને અમદાવાદ શહેરના 6 જેટલા વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

કયા કયા વોર્ડમાં પ્રમુખ સસ્પેન્ડ? 

સસ્પેન્ડ કરાયેલા પ્રમુખોમાં નવરંગપુરા, જોધપુર, વાસણા, મકતમપુરા, વટવા અને રામોલ-હાથીજણ વોર્ડનો સમાવેશ થાય છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે મકતમપુરા વોર્ડમાં પેનલની જીત થઈ હોવા છતાં ત્યાંના પ્રમુખને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવતા પક્ષની આ કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા છે.

અમદાવાદ કોંગ્રેસમાં ભડકો: નિરાશાજનક પરિણામો બાદ 6 વોર્ડ પ્રમુખ સસ્પેન્ડ, શહેર પ્રમુખના રાજીનામાની માંગ 2 - image

કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ 

વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવાની આ કાર્યવાહી બાદ કોંગ્રેસના કાર્યકરો ભારે રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર શહેર પ્રમુખ સોનલ પટેલનો ખુલ્લેઆમ વિરોધ શરૂ કરી દીધો છે. કાર્યકરોનો આક્ષેપ છે કે ચૂંટણીમાં નિષ્ફળતા અને ખોટા ઉમેદવારોની પસંદગી માટે શહેર પ્રમુખની સીધી જવાબદારી બને છે, પરંતુ તેઓ પોતાની નિષ્ફળતાનું ઠીકરું નાના કાર્યકરો પર ફોડી રહ્યા છે. 

સોશિયલ મીડિયામાં ચર્ચા 

સોશિયલ મીડિયા ગ્રુપોમાં એવી માંગ ઉઠી રહી છે કે નાના કાર્યકરોને સસ્પેન્ડ કરવાને બદલે શહેર પ્રમુખે જાતે જ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું જોઈએ. અગાઉ પણ સોનલ પટેલનો ઘણીવાર વિરોધ થઈ ચૂક્યો છે.



Source link

Related Articles

Back to top button