गुजरात

વડોદરામાં ગરમીને કારણે યુનિ.કેમ્પસ સહિત ચાર સ્થળે ઝાડીમાં આગ | Bush fires break out at four places including university campus due to heat



 વડોદરાઃ શહેરમાં ગરમી દરમિયાન ઝાડીઝાંખરા અને કચરામાં આગ લાગવાના બનાવો સતત બની રહ્યા છે.જે દરમિયાન આજે વધુ ચાર  બનાવ બન્યા હતા.

એમ એસ યુનિ.ની એક્સપરિમેન્ટલ સ્કૂલ સામે નમતી બપોરે ઘાસ અને કચરામાં આગ લાગી હતી.આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને ચારેબાજુ ધુમાડા છવાતાં ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી.

આવી જ રીતે જામ્બુવા હાઇવે પર બ્રિજ પાસે,ગોત્રી ઇસ્કોન હાઇટ્સની સામે ખુલ્લામાં તેમજ વારસિયા સિંધુસાગર તળાવ પાસે પૂંજાપો નાંખવા માટે મુકાયેલા કળશમાં પણ આગ લાગી હતી.જેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.



Source link

Related Articles

Back to top button