गुजरात

મહિલાએ સંબંધ તોડતાં ધરાર પ્રેમીએ ખંડણી માંગી, ન્યુડ ફોટા વાયરલ કર્યા | Woman’s abusive lover demands ransom after breaking up with her nude photos go viral



પરિણીતાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પ્રેમી સામે ફરિયાદ નોંધાવી  : બીલીયાળાના પરિણીત શખ્સે ઇન્સ્ટાગ્રામમાં ફેક ID બનાવી મેસેજ કરી પરિણીતાને ફસાવી હતી

ગોંડલ, : ગોંડલ પંથકની 26 વર્ષીય પરિણીતાને બીલીયાળા ગામના પરિણીત શખ્સે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં પરિણીતાએ પ્રેમ સંબંધ તોડી નાખ્યા છતાં તેને સંબંધ રાખવા બાબતે બ્લેકમેલ કરી તેના ન્યુડ ફોટા વાયરલ કરી નાખ્યા હતાં, જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, ત્રણ વર્ષ પહેલા તે પતિ સાથે ભાડાના મકાનમાં રહેતા હતાં ત્યારે આરોપી હેમાંશુ હરેશભાઇ દેશાણીની પત્ની અંકીતા દેશાણી સાથે ઓળખાણ થઇ હતી અને તેના ઘરે અવાર-નવાર જતી હતી. થોડા દિવસ બાદ તેના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી પર નીરાલી નામના ફેક આઇ.ડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે રિક્વેસ્ટ તેણે સ્વીકારી હતી. બાદ બંને વચ્ચે મેસેજ દ્વારા વાતચીત શરૂ થઇ હતી. આશરે ત્રણ મહિના સુધી વાતચીત થયા બાદ આરોપી હેમાંશુએ આ નિરાલી નામનું આઇ.ડી પોતે જ વાપરતો હોવાનું જણાવ્યું હતું અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, વ્હોટ્સએપ વીડિયો કોલ મારફતે એકબીજા સાથે વાતચીત કરતા હતાં. 

આ સમયગાળા દરમિયાન આરોપી હેમાંશુએ વીડિયો કોલ વખતે પરિણીતા પાસે બિભત્સ ચેનચાળા કરાવીને તેની જાણ બહાર વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડીગ કરી લીધું હતું. જ્યારે બંનેના પરિવારને આ સંબંધોની જાણ થઇ ગઇ, ત્યારે તેણે આરોપી હેમાંશુ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને વાતચીત પણ બંધ કરી દીધી હતી. આરોપીને એ ન ગમતા તેણે રૂબરૂ આવી તેને ધમકી આપી હતી. એટલુંજ નહી, તેના ન્યુડ વીડિયો અને ફોટા બતાવીને રૂા. 50,000ની માંગણી કરી હતી. જો નાણાં નહી આપે તો પતિને મારી નાખશે ધમકી આપી હતી. રૂપિયા આપવાની ના પાડતાં તેણે તેના ન્યુડ ફોટા અને વીડિયો વાયરલ કરી નાખ્યા હતાં. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button