दुनिया

‘હું તેની સાથે જ લગ્ન કરીશ, નહીં તો કુંવારો રહીશ : વાન્સને પહેલી નજરે ઉષા સાથે પ્રેમ થઇ ગયો | ‘I will marry her otherwise I will remain a bachelor’: Vance fell in love with Usha at first sight



ઉષાએ જે.ડી. વાન્સને શુદ્ધ શાકાહારી બનાવ્યો છે

વાન્સે પોતાના નવાં પુસ્તકમાં લખ્યું છે કે, તે ઉષાની બુધ્ધિમત્તા, સુંદરતા અને જીવન પ્રત્યેના અલગ દ્રષ્ટિકોણથી, તેઓ ઉષા પ્રત્યે આકર્ષાયા હતા

વોશિંગ્ટન : અમેરિકાના ઉપ-પ્રમુખ જે. ડી. વાન્સે પોતાનાં નવાં પુસ્તકમાં લખ્યું છે કે, કોલેજ દરમિયાન તેમને ઉષા સાથે ઓળખાણ કઈ રીતે થઈ અને તેની ઉપર તેઓ ફીદા પણ કઈ રીતે થઈ ગયા. તેઓએ તેમના મિત્રોને કહ્યું હતું કે, તેઓ પરણશે તો ઉષાને જ પરણશે, નહીં તો જીવનભર કુંવારા રહેશે.

જે.ડી. વાન્સે પોતાનાં નવાં સંસ્મરણો ‘કોમ્યુનિયન : ફાઇન્ડીંગ માય વે ટુ ફેડ’ માં લખ્યું છે કે તેઓ ઉષાની સુંદરતા, બુધ્ધિમત્તા, અને જીવન પ્રત્યેના અલગ દ્રષ્ટિકોણને લીધે જ તેઓ ઉષા પ્રત્યે આકર્ષાયા હતા. વાન્સનાં કેટલાક સંસ્મરણો યુ.એસ. ટુડે એ પ્રકાશિત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે વાન્સ દંપતિ જુલાઈમાં તેમના ચોથા બાળકના માતા – પિતા બનશે.

જે.ડી. વાન્સ અને ઉષા બાબા ચિલુકુરી (જેઓનાં માતાપિતા આંધ્ર પ્રદેશનાં હતાં) તે બંને અમેરિકાની પ્રખ્યાત યેલ યુનિવર્સિટીની લો-સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં. તે દરમિયાન બંને મળ્યાં અને લગભગ પહેલી દ્રષ્ટિએ જ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. તેઓએ આગળ લખ્યું છે કે ઉષામાં તેમણે સાચો પ્રેમ જોયો. તે પછી તેઓએ તેમના મિત્રોને કહ્યું કે, હું આ છોકરી (ઉષા) સાથે લગ્ન કરીશ નહીં તો જીવનભર કુંવારો રહીશ.

વાન્સનાં સંસ્મરણોનું પુસ્તક આગામી મહિને પ્રકાશિત થશે. જેમાં તેઓએ તેમ પણ જણાવ્યું હતું કે, ઉષાએ જ તેમને શુદ્ધ શાકાહારી બનાવ્યા છે.

ઉષા વિષે અઢળક પ્રશંસા કરતાં તેમણે લખ્યું છે કે, તેઓમાં ઇર્ષ્યા જેવી કોઈ ચીજ ન હતી, સાથે અદ્ભૂત આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.

ટુંકમાં ભારતીય વંશનાં આ મહિલા અત્યારે તો વિશ્વની સૌથી સબળ સત્તાના સેકન્ડ લેડી બની રહ્યાં છે.



Source link

Related Articles

Back to top button