दुनिया

અમેરિકામાં OTP વિઝા ગેરરીતિ : ભારતીય સહિત 10,000 વિદેશી વિદ્યાર્થીઓ રડારમાં | OTP visa scam in America: 10 000 foreign students including Indians under radar



– શેલ કંપનીઓ મારફતે મોટાપાયે છેતરપિંડી

– એક જ જગ્યાએ અનેક કંપનીઓ : ઘણા સરનામા પર બંધ બિલ્ડિંગ, ખાલી ઓફિસ અથવા રહેણાંક મકાનો મળી આવ્યા

– કેટલાક કેસોમાં અમેરિકામાં નોંધાયેલી કંપનીઓનું સંપૂર્ણ મેનેજમેન્ટ ભારતમાંથી થતું હોવાનું સામે આવ્યું 

ન્યૂ યોર્ક: અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ ઓપ્શન્લ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) કાર્યક્રમ હેઠળ કામ કરતા લગભગ ૧૦ હજાર વિદેશી વિદ્યાર્થીઓ સામે તપાસ શરુ કરી છે. તેમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ અનેક વિદ્યાર્થીઓ એવી કંપનીઓ સાથે જોડાયેલા જોવા મળ્યા છે, જ્યાં હકીકતમાં કોઈ કામગીરી જ ચાલતી નહોતી. ૈંભઈના કાર્યકારી ડિરેક્ટર ટોડ લિઓન્સે OPT કાર્યક્રમને ગેરરીતિઓ માટેનું કેન્દ્ર ગણાવ્યો હતો. 

રિપોર્ટ મુજબ, તપાસ દરમિયાન અધિકારીઓને ઘણા સરનામાં પર બંધ બિલ્ડિંગ, ખાલી ઓફિસ અથવા રહેણાંક મકાનો મળ્યા હતા. કેટલાક સરનામાં પર એક જ જગ્યાએ અનેક કંપનીઓ નોંધાયેલ હોવાનું પણ બહાર આવ્યું છે. ટેક્સાસ સહિતના વિસ્તારોમાં કરાયેલી સાઈટ વિઝિટ દરમિયાન ઘોસ્ટ ઓફિસ અને શેલ કંપનીઓ સામે આવી હતી. કેટલાક કેસોમાં અમેરિકામાં નોંધાયેલી કંપનીઓનું મેનેજમેન્ટ ભારતમાંથી થતું હોવાનું સામે આવ્યું હતું. 

ૈંભઈના જણાવ્યા અનુસાર, OPTના નિયમો મુજબ તાલીમ અને દેખરેખ અમેરિકામાં જ હોવી જોઈએ. કેટલીક કંપનીઓ પાસે માત્ર ત્રણ કર્મચારીઓ હતા. પરંતુ, રેકોર્ડમાં ૫૦૦થી વધુવિદ્યાર્થીઓ જોડાયેલા જોવા મળ્યા. OPT કાર્યક્રમ અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લ્લ-૧મ્ વર્ક વિઝા તરફ જવાનો મહત્વનો માર્ગ માનવામાં આવે છે. આંકડા મુજબ છેલ્લા વર્ષોમાં ૬૮ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ OPT હેઠળ અમેરિકામાં કામ કરતા હતા. એમેઝોન, ગૂગલ, માઈક્રોસોફ્ટ અને ડેલોઈટ જેવી મોટી કંપનીઓ OPTઉમેદવારોને નોકરી આપતી રહી છે. 

તપાસ દરમિયાન વિઝા ગેરરીતિ ઉપરાંત નાણાકીય ગેરવહીવટ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પણ સામે આવ્યા છે. જોકે કેટલા ભારતીય વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થશે તેની માહિતી જાહેર કરાઈ નથી.

આ મામલા બાદ ઘણા રિપબ્લિકન નેતા કાર્યક્રમ પર નિયંત્રણ કડક કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે ટેક ઉદ્યોગ અને યુનિવસટીઓ તેને આંતરરાષ્ટ્રીય પ્રતિભા માટે મહત્વપૂર્ણ ગણાવી રહ્યાં છે.

– શું છે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) કાર્યક્રમ? 

અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) એ કારકિર્દીનો એક મહત્વનો પડાવ છે. (OPT) એ એક પ્રકારની હંગામી વર્ક પરમિટ છે, જે ખ-૧ વિઝા ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના ક્ષેત્રમાં જ અમેરિકામાં રહીને પ્રેક્ટિકલ અનુભવ મેળવવાની તક આપે છે. સામાન્ય રીતે, સ્નાતક કે અનુસ્નાતક થયા બાદ વિદ્યાર્થીઓને ૧૨ મહિના માટે કામ કરવાની મંજૂરી મળે છે. જોકે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ કે મેથ્સ (જી્ઈસ્) જેવા વિષયો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને વધુ ૨૪ મહિનાનું એક્સટેન્શન મળે છે, એટલે કે તેઓ કુલ ૩ વર્ષ સુધી અમેરિકામાં નોકરી કરી શકે છે. ૨૦૨૬માં અમેરિકી ઇમિગ્રેશન વિભાગે નિયમો વધુ કડક બનાવ્યા છે, જેથી વિદ્યાર્થીઓએ માત્ર રજિસ્ટર્ડ કંપનીઓમાં જ જોડાવું અનિવાર્ય છે. ગ્રેજ્યુએશનના ૯૦ દિવસ પહેલા આ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે.  તે વિદ્યાર્થીઓને અમેરિકન કોર્પોરેટ કલ્ચર સમજવામાં અને ભવિષ્યમાં લ્લ-૧મ્ વિઝા મેળવવામાં મદદરૂપ સાબિત થાય છે.



Source link

Related Articles

Back to top button