गुजरात

વડોદરામાં વાહન અકસ્માતના પાંચ બનાવમાં બે મોત : કપડવંજ રોડ પર યુવકનું મોત | Two dead in five vehicle accidents in Vadodara: Youth dies on Kapadvanj Road



Vadodara Accident : કપડવંજ નજીક ડાકોર રોડ પર વડોદ ગામ પાસે આઇસર ટેમ્પો અને બાઇક ધડાકાભેર સામસામે ભટકાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વડોદરાના બાઈક ચાલકનું સારવાર દરમિયાન દસ દિવસ બાદ સારવારમાં મોત નીપજ્યું હતું. આ સાથે વાહન અકસ્માતના જુદા જુદા પાંચ બનાવમાં એક યુવકનું મોત નીપજવા સહિત વાહનઅકસ્માતના વધુ ત્રણ બનાવમાં યુવતી સહિત વધુ ત્રણ યુવકને ઈજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

બનાવની વિગત એવી છે કે કપૂરાઈ ચોકડી, ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે રહેતા સંજયભાઈ રયજીભાઈ બારીયા બાઈક હંકારીને (ઉં.25) કપડવંજ-ડાકોર રોડના વડોદ ગામ પાસેથી જતા હતા. દરમિયાન ગઇ તા.3જી મેએ સામેથી આવતા આઇસર ટેમ્પો સાથે ધડાકાભેર ભટકાયા હતા. પરિણામે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ગોત્રીની ઇએસઆઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ગઈ તા.13ની સાંજે સઘન સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબી બીછાને બેહોશ યુવકનું મોત નીપજતા મૃતકની લાશ પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડ રૂમમાં મુકાઈ હતી. 

જ્યારે હરિભાઈ ભાઈલાલભાઈ મકવાણા (ઉ.70)(રહે. વણકરવાસ, પાદરા) ગઈ તા.10મીએ મહારાજા ચોકડી પાસેથી જતા હતા. ત્યારે એકટીવા ચાલકે ટક્કર મારતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. ગોત્રી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં આજે તા.13ની વહેલી સવારે બેહોશ વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

અકસ્માતના વધુ એક બનાવની વિગત એવી છે કે, મોહનભાઈ (ઉં.22, રહે. યુપી) ટ્રક ચલાવીને જાંબુઆ બ્રિજ, જીબી સબ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અચાનક ટ્રક પલટી જતા યુવકને શરીરે ઇજા થઈ હતી. પરિણામે સઘન સારવાર માટે દાખલ કરાયા હતા.

જ્યારે વિરોદ ગામ પાસે બે બાઈક ભટકાતા મુકેશભાઈ ભાઈલાલભાઈ રાઠવા (ઉં.29), સતિષભાઈ રમેશભાઈ રાઠોડિયા (ઉં.21), અને લક્ષ્મીબેન નાનુભાઈ (ઉં.18) ને વિરોદ ગામ પાસે બે બાઈક ભટકાતા યુવતી સહિત ત્રણેને ઇજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.



Source link

Related Articles

Back to top button