गुजरात
વડોદરામાં બાઈક પર કપિરાજના કૂદકાથી ચાલકનું મોત | Driver dies after monkey jumps on bike in Vadodara

![]()
Vadodara : અચાનક કપીરાજે બાઈક પર કુદકો મારતા પટકાયેલા ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
બનાવની વિગત એવી છે કે, છોટાઉદેપુર નજીક બોડેલીની દેવીનગર સોસાયટીમાં રહેતા રામ નારાયણ રામ દુલાર મૌર્ય (ઉં.49) બાઈક ચલાવીને ઘરેથી નીકળ્યા હતા. પેટ્રોલ પંપ નજીક, ગરમી ચોક નજીકથી યુવક બાઈક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ધસી આવેલા કપિરાજે બાઈક પર કૂદકો મારતા યુવક બાઈક પરથી પટકાયો હતો. પ્રાથમિક સારવાર અકોટાની ખાનગી હોસ્પિટલમાં કરાવ્યા બાદ વધુ સારવાર વારસિયાની હોસ્પિટલમાં કરાવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાતા સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતા પીએમ માટે મૃતકની લાશ હોસ્પિટલમાં મુકાઈ હતી.



