गुजरात

ગોત્રી વિસ્તારમાં 10 કલાક વીજળી ગુલ, લોકો વીજ કંપનીની ઓફિસમાં સુઈ ગયા | electricity supply disrupted people slept in mgvcl office



વડોદરાઃ વડોદરા શહેર હીટવેવના સકંજામાં છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીને પણ વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો  પૂરો પાડવામાં પરસેવો પડી રહ્યો છે.શહેરના ગોત્રી વિસ્તારમાં તળાવની સામે આવેલા કુંભારવાડા ફળિયા સહિતના આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયા બાદ કલાકો સુધી લાઈટો નહીં આવતા લોકોએ વીજ કંપનીની ઓફિસ ખાતે મધરાતે ભારે હોબાળો મચાવ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે આકરી ગરમી વચ્ચે આ વિસ્તારના સેંકડો ઘરોમાં રાત્રે આઠ વાગ્યાથી લાઈટો ગુલ થઈ હતી.જોકે કલાકો પછી પણ લાઈટો નહીં આવતા લોકની ધીરજ  ખુટી હતી.લોકો મોટી સંખ્યામાં લક્ષ્મીપુરા સબ ડિવિઝન ખાતે પહોંચ્યા હતા અને હંગામો મચાવ્યો હતો.

લોકોએ આક્ષેપ કર્યો હતો કે, અસહ્ય ગરમી વચ્ચે લાઈટોના અભાવે નાના બાળકો અને વૃધ્ધોની હાલત ખરાબ છે.વીજ કંપનીનો ફરિયાદ નંબર સતત વ્યસ્ત આવે છે અને અધિકારીઓ પણ ફોન ઉપાડી રહ્યા નથી.હવે ઘરે તો લાઈટો છે નહીં એટલે અમે અહીંયા જ સુવાના છે.ઘણા લોકોએ કચેરીમાં જ લંબાવી દઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.લોકોનું કહેવું હતું કે, વહેલી સવારે લાઈટો આવી હતી અને મોટાભાગના લોકોને ઉજાગરો થયો હતો.

એક જ સમયે બે જગ્યાએ ફોલ્ટ થયા હતા

સબંધિત અધિકારીએ કહ્યું હતું કે, એક જ ટ્રાન્સફોર્મરમાં લો વોલ્ટેજની સમસ્યા સર્જાઈ હતી અને તે સમયે બીજી જગ્યાએ કર્મચારીઓ બીજી ફરિયાદનું નિરાકરણ લાવવા  વીજ લાઈન પર કામ કરી રહ્યા હતા.જેના કારણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં થોડો વિલંબ થયો હતો પણ એ પછી વીજ પુરવઠો ચાલુ થઈ ગયો હતો અને દસ કલાક લાઈટો બંધ રહી હોવાની વાત ખોટી છે.



Source link

Related Articles

Back to top button