સેંથળી ગામે 2 જૂથ વચ્ચે પાઈપ અને ધોકા વડે માર મારી | In Senthali village two groups clashed with each other using pipes and sticks

![]()
ચાર લોકોને ઇજા થતા હોસ્પિટલે ખસેડાયા
વાડીના શેઢે તાર ફેન્ડિંગ કરવા મામલે બે વાડી માલિકો વચ્ચે માથાકૂટ થઈ હતી
ભાવનગર – બોટાદ તાલુકાના
સેંથળી ગામે વાડીના શેઢે તાર ફેન્ડિંગ કરવા મામલે બે વાડી માલિકો વચ્ચે બોલા ચાલી
થઈ જતા સામ સામી મારા મારી થઈ હતી.આ મારા મારીમા ચાર લોકોને ઇજા પહોંચી હતી.
બોટાદ તાલુકાના સેંથળી ગામે આવેલ લીમડા ચોકમાં રહેતા વિપુલભાઈ જગજીવનભાઇ
માળોદિયા પોતાની વાડીએ તાર ફેન્સીંગનું કામ કરતા હતા તે દરમ્યાન બાજુના વાડી માલીક
જગદીશ ભીખાભાઈ માળોદિયા તથા જયંતી ભીખાભાઈ માળોદિયાએ આવી કહે કે કેમ અહી તાર ફેન્સી કરો છો ત્યારે
વિપુલભાઈ કહે કે આતો અમારી વાડી છે. અમે આખા ખેતર ફરતા તાર ફેન્સી કરવાનુ છે. તેમ
જણાવતા જયંતી ભીખાભાઈ માળોદિયા, જગદીશ ભીખાભાઈ માળોદિયા એ એકદમથી ઉશ્કેરાઈ બાજુમાં પડેલ લોખંડનો પાઈપ અને લાકડી વડે
વિપુલભાઈ અને તેના મોટા ભાઈ સુરેશભાઈને માર મારી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી
નાખવાની ઘમકી આપી હતી.જ્યારે બંને ભાઈને ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
હતા.જ્યારે સામા પક્ષે સેંથળી ગામે રહેતા જગદીશભાઈ ભીખાભાઈ માળોદિયા તથા નાનો ભાઈ
જયંતીભાઈ ભીખાભાઈ માળોદિયા પોતાની વાડીએ હતા.તેવામાં બાજુમાં આવેલ વાડી માલિક
વાડીના શેઠે તાર ફેન્સીંગ કરતા હોય તેમને તાર ફેન્સીંગ કરવાની ના પાડતા તે દરમિયાન
આ વિપુલ તેમજ સુરેશ બંનેએ કહેલ કે તારા ફેન્સી અહીં જ કરવાનું છે.જેથી જગદીશભાઈએ
ના પાડતા બંને એકદમ ઉશશ્કેરાઈ જઈ સુરેશ અને વિપુલે લોખંડનો પાઈપ વડે બન્ને ભાઈ પર
હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે બન્ને
પક્ષે બોટાદ રૃરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.



