गुजरात
૫૦ લાખની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયા | harassing married woman demanding Rs 50 lakh

![]()
વડોદરા,દહેજની માગણી કરી પત્ની પર ત્રાસ ગુજારતા પતિ,સાસુ અને સસરા વિરૃદ્ધ મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તરસાલી નોવિનો રોડ શ્રી વલ્લભ ડૂપ્લેક્સમાં રહેતા નિવૃત્ત એરફોર્સ અધિકારી રાજેન્દ્રસિંગ શ્રીજશવંતસિંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી દીકરી અંશુ હાલમાં અમેરિકા રહે છે. મારી દીકરીએ અમારી સંમતિથી રાજેશ પિતાંબરભાઇ ભુરે (રહે. નરેન્દ્રનગર, નાગપુર, મહારાષ્ટ્ર) સાથે તા. ૧૨ -૧૨- ૨૦૧૯ ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. સાસરીપક્ષના લોકો મારી દીકરીને દહેજ લઇ આવવાનું જણાવી ત્રાસ ગુજારતા હતા. તેઓ દ્વારા ૫૦ લાખની માગણી કરવામાં આવતી હતી. મારી દીકરીની પ્રસૂતિ સમયે પણ તેઓએ કાળજી લીધી નહતી.


