गुजरात

ગોત્રીમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : હજારો લિટર પાણી વેડફાયું | rupture in water line in Gotri created monsoon like situation in the summer



Vadodara : વડોદરા શહેરના ગોત્રી પાણીની ટાંકી પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાઇન ફાટતા મોટી માત્રામાં પાણી માર્ગો પર ફરી વળ્યું હતું, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાના પગલે લાખો લિટર પાણી ગટરમાં વહી ગયું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ લાઇન પરથી પાણી સપ્લાય મેળવતા વિસ્તારોમાં આગામી સમયમાં પાણીની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. હાલ તંત્ર દ્વારા ભંગાણને દુર કરવા કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.



Source link

Related Articles

Back to top button