गुजरात
વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with temperature of 43 4 degrees

![]()
વડોદરા,શનિવારનો દિવસ ઉનાળાની આ સિઝનનો સૌથી વધુ ગરમ રહ્યો હતો. આજે સૌથી વધુ તાપમાન ૪૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે લઘુતમ તાપમાન ૨૭.૮ ડિગ્રી નોંધાયુ છે.
આજનો દિવસ હોટેસ્ટ રહ્યો હતો. વહેલી સવારથી જ આકરા તાપનો અનુભવ થઇ રહ્યો હતો. ધોમધખતા તાપના કારણે લોકોએ બપોેરે ઘરેથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.સવારે સાડા આઠ વાગ્યે હવામાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા નોંધાયું હતું. જે સાંજે સાડા પાંચ વાગ્યે ઘટીને ૨૧ ટકા થઇ ગયું હતું. ભેજનું પ્રમાણ ઘટી જતા વાતાવરણ શુષ્ક બન્યું હતું તેમજ ગરમીની તીવ્ર અસર વર્તાઇ હતી. દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર દિશાના પવનોના ગતિ ૭ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઉંચો રહેશે. તેમજ તાપમાનનો પારો વધશે તેવી શક્યતા સેવાઇ રહી છે.

