गुजरात

બાઇક પર આવેલા બુકાનીધારીઆએ જબરજસ્તી ઝેર પીવડાવ્યું | accuded came on a bike forcibly made girl drink poison



 વડોદરા, વાઘોડિયારોડ પર  યુવતીને બળજબરીથી ઝેર પીવડાવાના કિસ્સાની તપાસ દરમિયાન યુવતીએ પોતાનો પ્રેમસંબંધ છુપાવવા માટે જ તરકટ રચ્યું હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ૧૯ વર્ષની યુવતીને તેના જ મહોલ્લામાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ હતો. યુવકે થડા દિવસ  પહેલા કરેલા મેસેજ યુવતીની માતા જોઇ ગઇ હતી.  પોતાના પ્રેમસંબંધ છુપાવવા માટે યુવતીએ એવી કેફિયત  રજૂ કરી કે, હું  મેસેજ કરનારને ઓળખતી નથી. કોઇ મારો સતત પીછો કરી હેરાન કરે છે. પોતાની વાતને સમર્થન આપવા માટે તેણે જાતે જ ફિનાઇલ ગટગટાવી લઇ પેટ  પર નખ વડે ઇજા કરી ખોટી સ્ટોરી ઘડી કાઢી હતી. પાણીગેટ  પી.આઇ. એ.બી. પટેલે જણાવ્યું છે કે,  યુવતી સામે અટકાયતી પગલા લેવામાં આવશે. 



Source link

Related Articles

Back to top button