गुजरात

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseasonal Rain in Dediapada Narmada Gujarat Weather Update


Unseasonal Rain in Dediapada Narmada: ગુજરાતમાં કુદરતનો બેવડો માર જોવા મળી રહી છે. રાજ્યામાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે(7 મે) રાજ્યના 6 જિલ્લામાં માવઠાંની આગાહી કરી છે. આ દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા, દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. 

દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું

હવામાન વિભાગ અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે નર્મદાના દેડિયાપાડા વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ થયો છે. દેડિયાપાડા તાલુકા સહિતના અનેક વિસ્તારોમાં માવઠું થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ 2 - image

ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ

ગરમીના બફારા વચ્ચે વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ, કમોસમી વરસાદને પગલે મકાઈ, મગ, અડદ, કેરી સહિત ઉનાળુ પાકમાં નુકસાન જવાની ભીતિ વર્તાઈ રહી છે, ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં કુદરતનો બેવડો માર: 6 જિલ્લામાં વરસાદની આગાહી, તો શનિવારથી ફરી ‘હીટવેવ’નો પ્રકોપ શરૂ થશે

6 જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યાનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાથી આજે (7 મે) રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે પૂર્વ-દક્ષિણ ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં હળવા વરસાદની શક્યતા છે.





Source link

Related Articles

Back to top button