गुजरात

બીજી મહિલા સાથે પ્રેમ સંબંધથી મારઝૂડ કરી છૂટાછેડા માટે પતિનું દબાણ | Ra wichiwich pokiten ar tong ngeni pwal emén fefin



અમદાવાદ, બુધવાર

ઓઢવમાં રહેતી મહિલાએ બીજા લગ્ન બાદ પ્રેમ લગ્ન કર્યા પછી ગૃહ કલેશથી જીવન સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં લગ્નના પાંચ વર્ષ પછી પતિને અન્ય મહિલા સાથે અડા સંબંધની જાણ થઇ હતી. જેને લઇને પત્નીએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેમ છતા પતિ મારઝૂડ કરીને માનસિક તેમજ શારીરીક ત્રાસ આપીને છૂટાછેડા માટે દબાણ કરતો હતો.

લગ્નના પાંચ વર્ષ બાદ બીજી મહિલા સાથે પ્રેમ સંબંધની જાણ થતાં પત્નીના આપઘાતના પ્રયાસ પછી પણ ત્રાસ ચાલું

ઓઢવમાં રહેતી મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા પતિ સહિત પરિવારના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ છૂટાછેડા લીધા પછી નવ વર્ષ પહેલા કારખાનામાં સાથે નોકરી કરતા શખ્સ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પાંચ વર્ષ પછી પતિને અન્ય મહિલા સાથે અડા સંબંધની જાણ થઇ હતી. 

જેને લઇને પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેમ છતા પતિ મારઝૂડ કરીને માનસિક તેમજ શારીરીક ત્રાસ આપતો અને મહિલા તથા સંતાનો સામે જોતો પણ ન હતો અને છૂટાછેડા માટે દબાણ કરતો હતો. આ બનાવ અગે ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button