અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Accident Near Bopal Vakil Saheb Bridge in Ahmedabad

![]()
Ahmedabad News : અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ પાસે આજે(6 મે) રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પુરપાટ ઝડપે આવતા આઇસર ચાલકે એક વ્યક્તિને અડફેટે લેતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે બ્રિજ પાસે લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. આ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, વકીલ સાહેબ બ્રિજ પરથી ઉતરતા આઇસર ચાલકે રસ્તો એક વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાને કારણે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ એમ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે મૃતકની ઓળખ કરવાની તેમજ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે.



