गुजरात

પિતાનું નિધન અને માતાને કેન્સર: ધો. 10માં સુરતના ‘ધર્મ’ અને ‘હેમાંગ’ને A1 ગ્રેડ, આંખ ભીંજવી દે તેવી સંઘર્ષગાથા | Surat news Standard 10 Board Result Dharma and Hemang got A1 grade


Standard 10 Board Result: સુરત:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુરત શહેર હંમેશા પરિણામમાં અગ્રેસર રહે છે, પરંતુ આ વર્ષના પરિણામમાં સુરતના બે વિદ્યાર્થીઓની સફળતાએ સૌની આંખમાં આંસુ લાવી દીધા છે. આ માત્ર ગ્રેડની સફળતા નથી, પણ આકરી મુસીબતો સામે લડીને મેળવેલી જીત છે.

પિતાનું નિધન, માતા બીમાર, છતાં ધર્મે પિતાનું સપનું કર્યું સાકાર-

ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના કોશિયા ધર્મ ગૌતમભાઈએ કપરી પરિસ્થિતિમાં A1 ગ્રેડ મેળવ્યો છે. ધર્મના પરિવારે નવું ઘર લીધું હતું, જેના ત્રીજા માળે જાળી સાફ કરતી વખતે તેના પિતાનો પગ લપસતા તેઓ પટકાયા હતા અને તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર રમાબેન પદમાણીએ ભારે હૈયે ધર્મની કહાની જણાવી હતી. 

પિતાનું નિધન અને માતાને કેન્સર: ધો. 10માં સુરતના 'ધર્મ' અને 'હેમાંગ'ને A1 ગ્રેડ, આંખ ભીંજવી દે તેવી સંઘર્ષગાથા 2 - image

વિચારવા જેવી વાત એ છે કે જ્યારે આ અકસ્માત થયો ત્યારે ધર્મની ધોરણ 10 ની પરીક્ષાઓ ચાલી રહી હતી. એક તરફ પિતાની અર્થી ઉઠી હતી અને બીજી તરફ ભવિષ્યની પરીક્ષા હતી. ધર્મની માતા પણ બીમારીથી પીડાય છે. આવી સ્થિતિમાં ભાંગી પડવાને બદલે ધર્મે હિંમત રાખી પરીક્ષા આપી. ધર્મે જણાવ્યું કે, “મારા પિતાનું સપનું હતું કે હું A1 ગ્રેડ લાવું, આજે મેં તેમનું સપનું પૂરું કર્યું છે.” હાલ તેની મોટી બહેન કોલેજની સાથે નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.

પિતાનું નિધન અને માતાને કેન્સર: ધો. 10માં સુરતના 'ધર્મ' અને 'હેમાંગ'ને A1 ગ્રેડ, આંખ ભીંજવી દે તેવી સંઘર્ષગાથા 3 - image

માતાને કેન્સરનું ઓપરેશન વચ્ચે હેમાંગની સિદ્ધિ-

બીજી બાજુ, હેમાંગ રામાણી નામના વિદ્યાર્થીની સંઘર્ષગાથા પણ પ્રેરણાદાયી છે. હેમાંગ જ્યારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો હતો, ત્યારે જ તેની માતાને કેન્સર જેવી ગંભીર બીમારી હોવાનું જાણવા મળ્યું. પરીક્ષાના ગાળામાં જ માતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઘરમાં બીમારીને કારણે મહેમાનોની અવરજવર અને માતાની સેવાની જવાબદારી વચ્ચે પણ હેમાંગે મન મક્કમ રાખીને અભ્યાસ ચાલુ રાખ્યો અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો.

આ પણ વાંચો: UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ

હેમાંગે પોતાની સફળતાનો શ્રેય તેની માતા અને શિક્ષકોને આપતા કહ્યું કે, “જ્યારે માતાને કેન્સર ડિટેક્ટ થયું ત્યારે હું હિંમત હારી ગયો હતો, પણ મારી માતાએ જ મને પ્રોત્સાહન આપ્યું કે હું ભણવા પર ધ્યાન આપું.” પુત્રની આ સફળતા જોઈને કેન્સરથી પીડાતી માતાના ચહેરા પર આજે અનેરી ખુશી જોવા મળી હતી.

ધર્મ અને હેમાંગની આ લડત સમાજ માટે એક ઉદાહરણ બની છે કે જો મન મક્કમ હોય તો ગમે તેવી આફત પણ તમને સફળતા મેળવતા રોકી શકતી નથી.





Source link

Related Articles

Back to top button