गुजरात

મિત્રને જેલમાંથી બહાર કાઢવા કેસ પાછો ખેંચવાનું કહી યુવક પર હુમલો | A angei ewe alluk lon pwisin poun pwe epwe amanaua chienan we



અમદાવાદ, મંગળવાર

પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં તલવાર જેવા ઘતક હથિયારોથી હુમલાના બનાવો વધી રહ્યા છે. અમરાઇવાડીમાં જેલમાં સજા ભોગવતા મિત્રને છોડવવા માટે ત્રણ શખ્સોએ યુવક ઉપર તલવારથી હુમલો કર્યો હતો. હાલમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમરાઇવાડી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મામાની દિકરી સાથે તકરાર, જીવલેણ હુમલામાં આરોપી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતા મિત્રને છોડાવવા કાયદો હાથમાં લીધો, ત્રણ સામે ફરિયાદ

અમરાઇવાડીમાં રહેતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડીમાં રહેતા ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિના પહેલા આરોપીના મિત્ર અને ફરિયાદીના મામાની દિકરીઓ સાથે કોઇક કારણસર તકરાર થઇ હતી. તે સમયે ફરિયાદી યુવક છોડાવવા વચ્ચે પડતાં આરોપીએ યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જે કેસમાં આરોપીનો મિત્ર સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે.

જે અદાવતમાં ગઇકાલે સવારે ફરિયાદી ભીલવાડા પાસે પાનના ગલ્લે ગયો હતો ત્યારે આરોપીઓએ આવીને  ગાળો બોલીને તેેં અમારા મિત્ર સામે પોલીસ કેસ કર્યો છે તે પાછો ખેંચી લે તો તે જેલમાંથી બહાર આવે કહીને મારા મારી કરીને યુવક ઉપર તલવારથી હુમલો કર્યો હતો. હાલમાં યુવક લોહી લુહાણ હાલતમાં હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપીઓએ જતા જતા યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.



Source link

Related Articles

Back to top button