गुजरात

કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ | Unseasonal Rain In Kutch Amreli Aravalli Mahisagar Dahod and many District


Unseasonal Rain Gujarat: ગુજરાતમાં કચ્છ, અમરેલી, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મંગળવારે(5 મે) ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ભુજ-અંજારમાં તો ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. 

કચ્છમાં કરાં સાથે કમોસમી વરસાદ

કચ્છમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભુજ-અંજાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં હીરાપર, મોડસર, મોખાણા સહિતના ગામડાંઓમાં માવઠું પડ્યું છે. ભારે પવન સાથે અમુક સ્થળે કરાં સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. 

કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ 2 - image

બીજી તરફ, ભચાઉના કડોલમાં પણ માવઠું પડ્યું છે. જેમાં કડોલ, માય અને લાખાવટ સહિતના ગામોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થયો છે. ભર ઉનાળે માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. 

અમરેલીના ગાજવીજ સાથે માવઠું થતાં કેરીના પાકને નુકશાનની ભીતિ

હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ થયો છે. જેમાં અમરેલીના ખાંભા ગીર પંથક અને ધારી ગીર પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જેમાં ખાંભા ગીરના ખડાધાર, નાનુડી, પીપળવા, ચતુરી ગામો અને ધારી શહેર-અમુક ગામોમાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાનની ભીતિ વર્તાઈ રહી છે.

કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ 3 - image

આ પણ વાંચો: માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

ઉત્તર ગુજરાતમાં માવઠું

અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજી સહિતના વિસ્તારોમાં આજે 5મી મેએ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં મહીસાગરના કડાણા તાલુકાના સરહદી ગામો અને ખાનપુર પંથકમાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જ્યારે ગોધર ઉતર, જોગણ અને સરસવા સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ, દાહોદ જિલ્લામાં પણ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને વરસાદી ઝાપટાં પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ 4 - image

આ પણ વાંચો: ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. IMD અનુસાર, 13થી વધુ જિલ્લામાં ભારે પવન ફૂંકાવવાની સાથે હળવા કમોસમી વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. 

કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ 5 - image



Source link

Related Articles

Back to top button