બંગાળમાં બાબરી નિર્માણનો વિવાદ છેડનારા આ નેતાએ ચૂંટણી પરિણામોમાં આશ્ચર્ય સર્જયું | the leader controversy over the construction of Babri in Bengal created a surprise

![]()
નવી દિલ્હી,૪ મે,૨૦૨૬,સોમવાર
પશ્ચિમ બંગાળના ચુંટણી પરિણામોમાં બીજેપીને ૨૦૦ થી વધુ બેઠકો પર વિજય મળી રહયો છે. મમતા બેનરજીની ટીએમસી પાર્ટી 90 કરતા પણ ઓછી બેઠકો મળી રહી છે. આમ તો મુખ્ય લડાઇ મમતeની ટીએમસી અને બીજેપી વચ્ચે હતી પરંતુ બાબરી મસ્જિદ બનાવવાનું વિવાદાસ્પદ નિવેદન આપીને સનસનાટી મચાવનારા હુમાયુ કબીરે બે બેઠકો પર ભારે બહુમતિથી જીત મેળવે તેમ જણાય છે. હુમાયુ કબીર પહેલા ટીએમસીમાં હતા પરંતુ બાબરી મસ્જિદનું વિવાદાસ્પદ નિવેદન આપ્યા પછી ડેમેજ કંટ્રોલ માટે ટીએમસીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.
ટીએમસીમાંથી હકાલપટ્ટી પછી હુમાયુંએ જનતા ઉન્નયન પાર્ટી સ્થાપીને કરી હતી. નૌદા વિધાનસભામાં ૧૮માં રાઉન્ડની મત ગણતરી પછી પોતાના નજીકના પ્રતિસ્પર્ધી કરતા ૨૫૧૯૬ મતોથી આગળ હતા. જયારે રેજિનગર વિધાનસભામાં ૫૨૩૧૦ મતોથી આગળ હતા. છેલ્લી માહિતી મુજબ બંને બેઠકો પર જીત મેળવી લીધી છે. આમ બંગાળમાં બાબરી મસ્જિદ બાંધવાનો વિવાદ ખડો કરનાર હુમાયુની બંને બેઠકો પર જીત કરતા પણ આટલા વિશાળ માર્જીનથી આશ્ચર્ય સર્જાયું હતું. હુમાયુ કબીરના બાબરી નિવેદનથી ટીએમસી પાટીેને નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે ઘણું મોડું થયું હતું. મમતા બેનરજીની હાર અંગે હુમાયુ કબીરે પ્રતિક્રિયા આપી હતી કે સારુ થયું છેલ્લા ૧૫ વર્ષમાં તૃણમૂલની મમતા સરકારે બંગાળને અંગ્રેજો કરતા પણ વધારે લૂંટયું છે.


