‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર | Rahul Gandhi Alleges Election Theft In Assam And Bengal Following BJP Victory In 2026 Results

![]()
Rahul Gandhi On BJP And Election Commission : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની ચોરી કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે ભાજપે ચૂંટણી પંચના સહયોગથી આ રાજ્યોમાં જીત મેળવી છે.
ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી : રાહુલ
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘આસામ અને બંગાળ એ વાતના સ્પષ્ટ ઉદાહરણ છે કે કેવી રીતે ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી છે. અમે મમતાજી સાથે સહમત છીએ. બંગાળમાં 100થી વધુ બેઠકોની ચોરી કરવામાં આવી છે.’
Assam and Bengal are clear cases of the election being stolen by the BJP with the support of the EC.
We agree with Mamata ji. More than 100 seats were stolen in Bengal.
We have seen this playbook before:
Madhya Pradesh.
Haryana.
Maharashtra.
Lok Sabha 2024 etcचुनाव चोरी,…
— Rahul Gandhi (@RahulGandhi) May 4, 2026
‘ચૂંટણીની ચોરી, સંસ્થાઓની ચોરી…’
તેમણે વધુમાં જણાવ્યું કે, આ કોઈ નવી વાત નથી અને અગાઉ પણ આવી ‘પ્લેબુક’ જોવા મળી છે. તેમણે મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને 2024ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ પ્રકારના આરોપો પહેલા પણ સામે આવી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ આગળ લખ્યું, ‘ચૂંટણીની ચોરી, સંસ્થાઓની ચોરી… હવે બીજો કોઈ રસ્તો જ શું છે!’
રાહુલની આ પ્રતિક્રિયા મમતા બેનર્જીના એ નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીતને અનૈતિક ગણાવી હતી. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં 100થી વધુ બેઠકો પર જનાદેશ લૂંટવામાં આવ્યો છે. ભવાનીપુર વિધાનસભા બેઠકના મતગણતરી કેન્દ્રની બહાર નીકળતા મમતાએ કહ્યું હતું કે, ‘અમે વાપસી કરીશું.’
આ પણ વાંચો : બંગાળમાં મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114 મતોથી જીત
અખિલેશ યાદવે પણ લગાવ્યા ગંભીર આરોપ
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ મમતા બેનર્જીનો વીડિયો શેર કરતા લખ્યું, ‘શું હવે સત્તાધારી રાજકારણને પાતાળથી પણ નીચે લઈ જવામાં આવશે? દેશના રાજકીય ઇતિહાસનો આ એક ઘોર કાળો દિવસ છે. આજે આખો દેશ આક્રોશમાં છે અને લોકશાહી વ્યથિત છે. ચૂંટણી વ્યવસ્થાના નામે કેન્દ્રીય દળોનો જે દુરુપયોગ આજે બંગાળમાં મતગણતરીમાં થયો છે, બરાબર આવો જ ગોટાળો 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગની જગ્યાએ કરવામાં આવ્યો હતો, જેના સાક્ષી કન્નૌજની વિધાનસભા બેઠકો હતી. ત્યારબાદ આ જ નિંદનીય મોડલને ફરૂખાબાદની 2024ની લોકસભા ચૂંટણીમાં પુનરાવર્તિત કરવામાં આવ્યું હતું.’
પાંચેય રાજ્યોના પરિણામ
- પશ્ચિમ બંગાળમાં ભાજપે 206 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવી છે. તેની સામે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ માત્ર 81 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે. કુલ 293 બેઠકોવાળા આ રાજ્યમાં મમતા બેનર્જીના શાસનનો અંત આવ્યો છે.
- તમિલનાડુમાં ટીવીકે (TVK) પક્ષ 107 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. DMK ગઠબંધનને 74 બેઠકો અને AIADMKને 53 બેઠકો મળી છે. અહીં કુલ 234 બેઠકો પર મતદાન થયું હતું.
- કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)એ કુલ 140 બેઠકોમાંથી 99 બેઠકો જીતીને વિજય મેળવ્યો છે. સત્તાધારી એલડીએફ (LDF) ને 35 બેઠકો અને એનડીએ (NDA) ને 3 બેઠકો પ્રાપ્ત થઈ છે.
- આસામમાં ભાજપ ગઠબંધને 102 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી છે. વિપક્ષ કોંગ્રેસ ને 21 બેઠકો મળી છે જ્યારે અન્યના ફાળે 3 બેઠકો ગઈ છે. અહીં કુલ 126 બેઠકો માટે જંગ ખેલાયો હતો.
- પુડુચેરીમાં ભાજપ ગઠબંધને કુલ 30 બેઠકોમાંથી 18 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. કોંગ્રેસને 6 બેઠકો મળી છે અને અન્ય ઉમેદવારોના ફાળે પણ 6 બેઠકો આવી છે.
આ પણ વાંચો : શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા CM? દીદીના ખાસ નેતાએ જ 6 જ વર્ષમાં ભાજપને અપાવી સત્તા


