दुनिया

ફિલિપાઈન્સમાં મેયોન વૉલ્કેનો ભભૂકી ઉઠયા : હજ્જારોનું તત્કાળ સ્થળાંતર કરાયું | Mayon Volcano erupts in the Philippines: Thousands evacuated immediately



પાટનગર મનીલા નજીક જ આવેલો આ જ્વાળામુખી ફાટતાં જનતાને ૬ કિ.મીની રેડીયસ જેટલા અંતરે રહેવા તાકીદ : જાન-માલની હાનિ નથી

મનીલા: ફીલીપાઈન્સ સરકારે રવિવારે જણાવ્યું હતું કે પાટનગર મનીલાથી દક્ષિણે આવેલો મેયોન જ્વાળામુખી આજે સવારે ભભૂકી ઉઠતાં સરકારે તત્કાળ પગલાં લઇ આસપાસ રહેતા હજ્જારો લોકોને સ્થળાંતરિત કરાવ્યા છે. આ સાથે નાગરિકોને તે જ્વાળામુખી વિસ્તારથી દૂર છ કી.મી.ની ત્રિજ્યામાં આવેલા પ્રદેશમાં પણ નહીં જવા માટે તાકીદ કરવામાં આવી છે.

ધી વૉલ્કેનોલોજી ઇન્સ્ટીટયુટ તેનાં ફાઈવ સ્ટેપ સ્કેલ ઉપર, એલર્ટ લેવલ-૩ જાહેર કર્યું છે. આ વૉલ્કેનો દ્વિપ સમુહ રાષ્ટ્રના સૌથી વધુ સક્રિય જ્વાળામુખીઓ પૈકીનો એક છે. જે ભભૂકી ઊઠતાં સંભવિત ભૂ-સ્ખલન અને લાવાનો પ્રવાહ વહેવાની પણ આશંકા દર્શાવામાં આવી છે.

ફીલીપાઈન્સના ડીપાર્ટમેન્ટ ઓફ સોશ્યલ વેલ્ફેર એન્ડ ડેવલપમેન્ટે જણાવ્યું હતું કે આશરે ૧,૫૦૦ કુટુમ્બોને ઇવેક્યુએશન સેન્ટર્સમાં આશ્રય આપવામાં આવ્યો છે. આ વિભાગે વધુમાં જણાવ્યું હતું કે વાસ્તવમાં શનિવારથી જ તે જ્વાળામુખીમાં હલચલ જોવા મળી હતી. અને રાખના ગોટા ઉડયા હતા. માલ્બે પ્રાંતમાં ચારે તરફ રાખ ફેલાઈ ગઇ હતી. પરિણામે ટ્રાફિકજામ થઇ ગયો હતો. વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

તે સર્વવિદિત છે કે પેસિફિક મહાસાગર ફરતી રીંગ ઓફ ફાયર જે ચીલીના દક્ષિણ તળાભાગથી શરૂ થઇ દક્ષિણ અમેરિકાના સમગ્ર સાગર તટ ઉપરથી આગળ વધી સેલિકો કેલિફોર્નિયા, કેનેડા, આલાસ્કા, પૂર્વ રશિયા, જાપાન-ફીલીપાઈન્સથી પૂર્વમાં ઇન્ડોનેશિયા સુધી ફંટાઈ પૂર્વ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સુધી જાય છે. તેમાં ફીલીપાઈન્સ પૂર્વ પેસિફિક મહાસાગરમાં રીંગ ઓફ ફાયર કહેવાતી જ્વાળામુખીઓ વાળી રીંગમાં વચ્ચોવચ્ચ આવેલું છે. ત્યાં જાપાનની જેમ જ વારંવાર જ્વાળામુખી વિસ્ફોટ કે ધરતીકંપો થાય છે. આ મેયોન જ્વાળામુખી ફાટતાં હજી સુધી જાનમાલની હાનીના સમાચારો મળ્યા નથી.



Source link

Related Articles

Back to top button