૨૪ કેરેટ ગોલ્ડ સસ્તામાં આપવાનું કહી બે લાખ પડાવી લીધા | Two lakhs were snatched by offering 24 carat gold at a cheap price

![]()
વડોદરા,સસ્તામાં ૨૪ કેરેટ ગોલ્ડ આપવાનું કહી ૨.૦૯ લાખ પડાવી લેનાર ભેજાબાજ સામે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમારોડ ભગવતનગર સોસાયટીમાં રહેતા અલ્પેશ અરવિંદભાઇ પ્રજાપતિ કારેલીબાગ વિસ્તારમાં પ્રાઇવેટ ક્લાસમાં નોકરી કરે છે. તેમણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર કૈલાસ નેગી મારફતે મારો સંપર્ક જીતેન્દ્રસિંહ માનકસિંહ રાજપુરોહિત ઉર્ફે પટેલભાઇ (રહે. શ્રીરાધેશ્યામ ઇલાઇટ ગ્રીન ફિલ્ડ -૩ ભાયલી વાસણા રોડ) સાથે થયો હતો. મારે સોનુ લેવાનું હોઇ મારો મોબાઇલ નંબર જીતેન્દ્રસિંહને આપ્યો હતો. ગત તા.૧૦ – ૧૦ – ૨૦૨૫ ના રોજ જીતેન્દ્રસિંહે મને કોલ કરીને ૨૪ કેરેટ ગોલ્ડનો એક તોલાનો ૮૪ હજાર ભાવ કહ્યો હતો. મેં ૧.૬૮ લાખ રૃપિયા ગૂગલ પે તથા ઓનલાઇન એપ્લિકેશનથી કૈલાસના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. કૈલાસ નેગીએ મારી સામે આ રૃપિયા જીતેન્દ્રસિંહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. થોડા દિવસ પછી જીતેન્દ્રએ મને એક તોલો સોનુ ૪૧ હજારમાં આપવાની વાત કરી હતી. જેથી, મેં એપ્લિકેશનથી ૪૧ હજાર તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેણે મને ગોલ્ડ આપ્યું નહતું અને પૈસા પણ પરત ચૂકવ્યા નહતા.