गुजरात

સાથે નહી રહે તો ઝેર પી લઇશ પરિણીતાને બ્લેકમેલ કરી બરકાલ ગામના યુવાને શારીરિક શોષણ કર્યુ | barkals man rape on woman



શિનોર, સાધલી તા.૨ શિનોર તાલુકાના એક ગામની હાલ હાલોલ રહેતી પરિણીતા સાથે બરકાલ ગામના પરિણીત યુવાને પ્રેમ સબંધ બાંધી પોતાની પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાનું કહી છેતરપિંડી કરી, ધમકીઓ આપી શારીરિક શોષણ કર્યુ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસે યુવાનની ધરપકડ કરી છે.

પરિણીતાએ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે બરકાલ ગામના વિશાલ મહેન્દ્રભાઈ પટેલ સાથે વર્ષ-૨૦૨૧ દરમિયાન સંપર્ક થતા અમારી બંને વચ્ચે નજીકનો સંબંધ વિકસ્યો હતો. વિશાલે પત્નીને છૂટાછેડા આપી મારી સાથે લગ્ન કરવાની ખાતરી આપ્યા બાદ તેને મારી સાથે શારીરિક સંબંધ રાખ્યો હતો. બંને ઘરેથી નીકળી આણંદ જઇ મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો, ત્યારબાદ બંને છૂટાં પડી હું ફરીથી પતિ સાથે રહેવા લાગી હતી.  

જાન્યુઆરી-૨૦૨૬માં વિશાલે ફરી સંપર્ક કરી મને ધમકી આપી હતી કે જો સાથે નહીં આવે તો તે તેમના અંગત ફોટા પરિવારજનો તથા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈ પોતે દવા પીને મરી જઇશ. આ ધમકીથી હું તા.૧૭ જાન્યુઆરીના રોજ ફરી વિશાલ સાથે જતી રહી હતી અને બંને અમદાવાદ, સોમનાથ સહિતના વિવિધ સ્થળોએ રોકાઇ વિશાલે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

હાલોલ ખાતે ભાડાના મકાનમાં બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા. પરંતુ ગત તા.૩ માર્ચના રોજ વિશાલ કારના કામ માટે વડોદરા જાઉં છું કહીને ગયા બાદ આજદિન સુધી તેનો કોઈ સંપર્ક થયો નથી. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે વિશાલની ધરપકડ કરી છે. 



Source link

Related Articles

Back to top button