गुजरात

યથાર્થ સુથારનો દહેગામમાં (ડંકો) પ્રથમ નંબરે યથાર્થ સુથારને સી.એ બનવું છે ! ધો.૧૨માં ૯૯.૯૩પી.આર થી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ ગાંધીનગર સ્કૂલમા પણ પ્રથમ નંબરે

યથાર્થએ વાંચન પર મહાસિદ્ધિ હાંસલ કરી : યથાર્થ પહેલેથી જ દહેગામ માં રહેતા તેમના દાદા દાદી સાથે નાનપણથી જ અભ્યાસ કરે છે

દહેગામ. 

યથાર્થ ના દાદા-દાદીનું એક સપનું છે કે યથાર્થ ને ખૂબ ભણાવીને એક મોટો અધિકારી બનાવવો છે

ધોરણ ૧૨નું પરિણામ શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્યનું ઊંચું આવ્યું છે ત્યારે દહેગામના યથાર્થ પ્રદીપભાઈ સુથારે ઝળહળતું પરિણામ હાસલ કરી પરિવાર તેમજ સમગ્ર દહેગામ નું ગૌરવ વધાર્યું છે. દહેગામ માં રહેતા યથાર્થ પ્રદીપભાઈ સુથારે ધો.૧૨માં ૯૯.૯૩ પી.આર મેળવ્યા છે. તેમાં ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલમાં યથાર્થ સુથાર નો સ્કૂલમાં પ્રથમ ક્રમાંક આવતા દાદા દાદી પરિવારનું તેમજ સમગ્ર સમાજનું નામ રોશન કરતા દીકરા યથાર્થના તેમના દાદા-દાદીની સંઘર્ષની વાત સાંભળીને કોઇ પણની આંખમાં આંસુ આવી જાય તેવી છે. યથાર્થને તેમના દાદા-દાદી જ યથાર્થના અભ્યાસ માટે પણ ખૂબ મેહનત કરી રહ્યા છે તેમના દાદા દાદી યથાર્થ જ્યાં સુધી રાતે વાંચતો હોય ત્યાં સુધી દાદા દાદી મોડી રાત સુધી જાગતા હોય છે જ્યારે દીકરા યથાર્થએ પણ તેમના દાદા દાદીની મહેનત રંગ લાવી હોય તે રીતે પ્રથમ નંબર લાવીને દીકરાએ પરિણામ સામે આપી દીધું છે.યથાર્થને ભણાવવા માટે તેમના દાદા-દાદીએ ક્યારે પણ હિંમત નથી હારી અને યથાર્થને ઉચ્ચ શિક્ષણ આપવા મનમાં નિર્ધાર કરી લીધો છે. યથાર્થએ ખૂબ વાંચન કરી સિદ્ઘિ હાંસલ કરીછે અન્ય વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો છે કે ઘરે વાંચન કરીને પણ ઉચ્ચ પરિણામ હાંસલ કરી શકાય છે. યથાર્થ રોજ કલાકો સુધી વાંચન કરતો હતો યથાર્થ નું સારૂ પરિણામ આવ્યું તેનાથી દાદા દાદી ને મોટી ખુશી કંઇ હોય શકે. યથાર્થ ના આ પરિણામ પાછળ સ્કૂલના શિક્ષકોનો પણ એટલો જ ફાળો છે જેટલો તેમના દાદા દાદીનો છે. શાળા તરફથી ખૂબ મદદ મળી છે. યથાર્થ ને આગળ ખૂબ અભ્યાસ કરીને પોતાનું સી.એ બનવાનું સપનું છે…

Related Articles

Back to top button