છેલ્લા એક વર્ષમાં લાયસન્સ અને વાહન સંબંધી ૧.૩૮ લાખ અરજીઓનો નિકાલ | Disposal of 1 38 lakh applications related to licenses and vehicles in the last one year

![]()
લાયસન્સ અને વાહન સંબંધિત ઓનલાઇન ફેસલેસ સુવિધાનો નાગરિકો ઘેર બેઠા લાભ લઈ રહ્યા છે. દરજીપુરા આરટીઓ કચેરી ખાતે છેલ્લા એક વર્ષમાં ૧.૩૮ લાખથી વધુ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો છે. ડિજિટલ વ્યવસ્થાથી આરટીઓ કચેરી પર કામનું ભારણ ઘટયું છે. સાથે ભીડ પણ ઓછી થઈ છે.
ગત નાણાકીય વર્ષ ૧ એપ્રિલ ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન લાયસન્સ અને વાહન સંબંધી ફેસલેસ ૧,૩૮,૦૭૨ અરજીઓ ઓનલાઈન થઈ હતી, જે પૈકી ૧,૩૧,૮૦૪ અરજીઓ મંજૂર થઈ છે. તેમાં લાયસન્સ સંબંધિત ૭૮,૭૮૪, જ્યારે વાહન સંબંધિત ૫૩,૦૨૦ અરજીઓનો સમાવેશ થાય છે.
અગાઉ સર્વર ડાઉન થવું, ટેકનિકલ ખામીઓ કે વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે અરજદારોને અવારનવાર આરટીઓ કચેરીના ચક્કર કાપવા પડતા હતા, પરંતુ ફેસલેસ વ્યવસ્થાથી આ સમસ્યાઓમાં ઘટાડો થયો છે.
આ ઉપરાંત, વર્ષ દરમિયાન કુલ ૧,૫૩,૫૯૯ વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જેમાં ૯,૧૮૮ ઇલેક્ટ્રિક વાહનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં દરજીપુરા આરટીઓ કચેરી ખાતે એક માત્ર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક હોવાથી લાંબુ અંતર કાપીને પહોંચતા અરજદારોને અવારનવાર ટેકનિકલ કારણોસર ટેસ્ટ આપવાની પ્રક્રિયા ખોરવાઈ જવાથી ધક્કા ખાવા પડે છે, શહેરના પશ્વિમ વિસ્તામાં લાંબા સમયથી વધુ એક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની સુવિધા ઊભી કરવાનો પ્રશ્ન પેન્ડિંગ છે. જો પશ્વિમ વિસ્તામાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની સુવિધા થાય તો ઘણી રાહત થાય એમ છે.
લાયસન્સ સંબંધી અરજીઓ
લર્નિંગ લાયસન્સ – ૬૯૧૪
ડુપ્લિકેટ લાયસન્સ – ૩૬૫૨
રિન્યુઅલ લાયસન્સ- ૪૦૮૬૭
નામ / સરનામું સુધારો – ૧૫૪૦૪
આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ – ૩૦૭૬
અન્ય -૮૮૭૧
કુલ અરજીઓ / મંજૂર ઃ ૮૧૦૮૦/૭૮૭૮૪
વાહન સંબંધી અરજીઓ
ડુપ્લિકેટ આરસી બુક -૨૧૫૫
માલિકી ટ્રાન્સફર- ૧૬૬૧૮
લોનનો બોજો દૂર કરવો- ૧૭૬૮૯
નવું પરમિટ – ૨૨૯૦
સ્પેશ્યલ પરમિટ -૬૧૭૦
અન્ય- ૮૦૯૮
કુલ અરજીઓ /મંજૂરઃ ૫૬,૮૯૨ /૫૩,૦૨૦
ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી
મોટરસાયકલ/ સ્કૂટર – ૬૮૨૭
મોટરકાર -૯૦૨
ખાનગી સેવા વાહન -૧૧૧૩
થ્રી વ્હીલર (પ્રવાસી) – ૮૬
થ્રી વ્હીલર (માલવાહક) -૧૫૭
અન્ય – ૧૦૩
કુલ ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી – ૯૧૮૮
નવા વાહનોની નોંધણી
ટુ વ્હીલર -૧૦૨૮૨૯
મોટરકાર – ૩૧૨૯૬
થ્રી વ્હીલર (પ્રવાસી) – ૫૦૩૮
માલવાહક – ૫૨૫૪
મોટર કેબ (ટેક્સી) – ૧૩૧૯
બસ – ૩૭૦
ડમ્પર – ૧૨૭
અન્ય- ૭૩૬૬
કુલ વાહનોની નોંધણી – 153599



