गुजरात
વડોદરા નજીક કેનાલમાં ડૂબવાના બે બનાવ, એક યુવકનું મૃતદેહ મળ્યો બીજાની શોધખોળ જારી | 2 incidents of drowning in canal near Vadodara body of one youth found

![]()
Vadodara : વડોદરા નજીક નર્મદા કેનાલમાં ડૂબવાના વધુ બે બનાવ બનતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. જેમાં એક યુવકનું મૃતદેહ મળી આવ્યો છે.
વડોદરા પાસે દેણા વિસ્તારનો મિતેશ નામનો યુવક ગુમ થતા તેની તપાસ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન વડોદરા ફાયર બ્રિગેડ અને આજે સવારે કેનાલમાં એક મૃતદેહ નજરે પડતા તેને કાઢવામાં આવ્યો હતો. મરણજનારનીની ઓળખતા થતા તે દેણા વિસ્તારનો મિતેશ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના પરિવારજનોને મૃતદેહ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અન્ય એક બનાવમાં ગઈકાલે રાત્રે વાઘોડિયાના રાજપુરા ગામનો યુવક ગુમ થયો હોવાની વિગતો મળતા તેની શોધખોળ કરવામાં આવી હતી. જે દરમિયાન યુવકની બાઈક કેનાલ પાસે મળી આવતા તે અંદર પડ્યો હોવાની આશંકાને પગલે શોધખોળ કરવા માટે વડોદરા ફાયર બ્રિગેડના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મદદ લેવામાં આવી હતી.



