બીસીએ દ્વારા આયોજિત સ્વ.નારાયણરાવ સાઠમ અંડર-૨૩ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બની દર્શનમ ટીમ ચેમ્પિયન | Darshanam team becomes champion in Late Narayanrao Satham Under 23 One Day Cricket Tournament

![]()
Vadodara BCA : બીસીએ દ્વારા આયોજિત અંડર-23 સ્વ. નારાયણરાવ સાઠમ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલમાં દર્શનમ ટીમનો વિજય થયો છે.
કમ્બાઈન્ડ ડિસ્ટ્રિક્ટ ટીમ સામેના આ મુકાબલામાં દર્શનમ ટીમે 30 રનથી વિજય મેળવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો, જ્યારે કમ્બાઈન્ડ ડિસ્ટ્રિક્ટ ટીમ રનર્સઅપ રહી છે. મેચમાં દર્શનમ ટીમે પ્રથમ બેટિંગ કરતાં 49.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 310 રન નોંધાવ્યા હતા, જ્યારે કમ્બાઈન્ડ ડિસ્ટ્રિક્ટ ટીમ 44.5 ઓવરમાં 280 રનમાં જ ઓલઆઉટ થતાં દર્શનમ ટીમ જીતી ગઈ. ફાઈનલ મેચમાં 124 રનની શાનદાર ઈનિંગ્સ બદલ નારાયણ કાર્તિકેય યાદવને પ્લેયર ઓફ ધ મેચ, જ્યારે ભવિષ્ય પટેલે ચાર મેચમાં 294 રન બનાવી શ્રેષ્ઠ બેટ્સમેનનો એવાર્ડ હાંસલ કર્યો છે.
મન નાયકે 16 વિકેટ મેળવવા બદલ શ્રેષ્ઠ બોલર અને ધ્રુવપટેલે 6 મેચમાં 15 કેચ ઝડપી શ્રેષ્ઠ ફિલ્ડરનો ખિતાબ મેળવ્યો છે, નિત્યા પંડ્યાને પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ જાહેર કરાયો છે. તેણે ચાર ઈનિંગ્સમાં 410 રન કર્યા છે, જેમાં સર્વોચ્ચ સ્કોર 168 રન રહ્યો.



