गुजरात
સગીરા સાથે દુષ્કર્મના કેસના 2 આરોપીને 20 વર્ષની કેદ


પાલિતાણા પંથકની
જાતિય સતામણી કરનાર સંસ્થાના વ્યવસ્થાપક અને અન્ય એક શખ્સને સજા અને દંડનો હુકમ
ભાવનગર – પાલિતાણા પંથકની એક સંસ્થામાં રહેતી સગીરા સાથે સંસ્થાના વ્યવસ્થાપક અને અન્ય એક શખ્સે દુષ્કર્મ આચર્યા અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિ.સેસન્સ જજ તથા સ્પે.પોક્સો કોર્ટની અદાલતમાં ચાલી જતાં કોર્ટે આધાર પુરાવા અને દલીલોના આધારે બન્ને આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે.



