दुनिया

લંડનમાં બે યહુદીઓ ઉપર છરીથી હુમલો તે ત્રાસવાદી કૃત્ય હોવાનું પોલીસે સ્પષ્ટ કહ્યું | Police say stabbing of two Jews in London was an act of terrorism



– ઓક્ટોબર 7, 2023થી યહુદીઓ ઉપર હુમલા વધ્યા છે

– લંડનના ગોલ્ડન-ગ્રીન વિસ્તારમાં એક 34 અને એક 76 વર્ષના યહુદી ઉપર સાયનેગોગ પાસે હુમલો કરવામાં આવ્યો : યહુદીઓને પોતાની જ સલામતી વ્યવસ્થા ઉભી કરી છે

લંડન : લંડનના ગોલ્ડન ગ્રીવ વિસ્તારમાં આવેલાં યહૂદીઓનાં પ્રાર્થના સ્થળ (સાયનેગોગ) પાસે એક ૩૪ વર્ષના અને એક ૭૬ વર્ષના યહૂદીઓ ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. યહૂદીઓ ઉપર હુમલાઓ તો થતાં જ રહે છે. પરંતુ ઓક્ટોબર ૭, ૨૦૨૩ના દિને યહૂદીઓના ધાર્મિક ઉત્સવના દિવસે થયેલા હુમલા પછી તો આવા હુમલાઓની સંખ્યા વધતી જ જાય છે.

આ હુમલા અંગે કાઉન્ટરટેરરિઝમ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે અને તે જાણવા માગે છે કે, આ હુમલાને ઈરાન સાથે કોઈ સંબંધ છે કે કેમ ? જો કે ડિટેક્ટિવો તેમ પણ કહે છે કે તે હુમલાઓને ઈરાન સાથે સંબંધ છે કે નહીં તે નિશ્ચિત કરવું હજુ ઘણું વહેલું છે.

આ હુમલા પછી વડા પ્રધાન કીર સ્ટારમેરે તેમની કેબિનેટની તુર્ત જ મિટિંગ બોલાવી હતી. છતાં બ્રિટન સ્થિત યહૂદીઓએ તો યહૂદીઓના રક્ષણ માટે સરકારની નિરૂપતાની ઉગ્ર ટીકા કરી હતી. હવે તો એ યહૂદીઓએ સ્ટારમેરને ઉપાલંબો આપતા કહે છે કે શરમ ભરો, શરમ ભરો ! તમે તમારા નાગરિકોનું પણ રક્ષણ કરી શકતા નથી, તમારે તો ત્યાગપત્ર આપી દેવું જોઈએ.

હવે, યહૂદીઓએ પોતાની જ સલામતી વ્યવસ્થા ઊભી કરી છે. શોમરિમ ઊભી કરી છે તેણે જણાવ્યું હતું કે તે છરી મારનાર ગોલ્ડનર્સ-ગ્રીન રોડ ઉપર ખુલ્લી છરીએ દોડતો દેખાતો હતો, અને યહૂદીઓને મારવા જઈ રહ્યો હતો, તેમ સીસીટીવી કેમેરા ઉપર સ્પષ્ટ દેખાતું હતું.

૭ ઓક્ટોબર ૨૦૨૩માં દક્ષિણ ઇઝરાયલ પર હમાસના આતંકીઓએ હુમલો કર્યો પછી આ હુમલા તો સતત વધી રહ્યાં છે. તેમ યહૂદીઓનાં કોમ્યુનિટી સિક્યુરીટી ટ્રસ્ટે જણાવ્યું હતું. ૨૦૨૨માં આવા ૧,૬૬૨ હુમલા નોંધાયા હતા અને ૨૦૨૫ સુધીમાં તે ગુ્રપે ૩,૭૦૦ હુમલાઓ નોંધ્યા હતા.



Source link

Related Articles

Back to top button