गुजरात

અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો | Woman Attacked with Wooden Logs in Narol Over Accident Dispute in Ahmedabad



Ahmedabad News: અમદાવાદના નારોલમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરતા એક જ પરિવારના સભ્યો પર ચાર શખસોએ ભેગા મળીને લાકડાના દંડા વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતના મામલે વચ્ચે પડવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખસોએ મહિલા અને તેની બહેનો પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં મહિલાને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પોલીસે તેની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે ફરિયાદ નોંધાવનાર 40 વર્ષીય હુસેનાબાનુ સલીમખાન ઉસ્માનગની પઠાણ છે, જે નારોલના ગ્રીન પાર્ક પાસે આવેલા બાગેશીફા રો-હાઉસમાં પોતાના પરિવાર સાથે રહે છે. હુસેનાબાનુ ગૃહિણી છે અને તેમના પતિ રિક્ષા ચલાવી પાંચ પુત્રીઓ સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. હુમલા દરમિયાન આરોપી રેહાને હુસેનાબાનુના મોઢાના ભાગે લાકડાના દંડાનો ફટકો મારતા તેમના આગળના ત્રણ દાંત તૂટી ગયા હતા અને નાક તથા મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું, જેના કારણે તેમને એલ.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.

ઘટનાની વિગત મુજબ ગત 29 એપ્રિલના રોજ રાત્રે દસેક વાગ્યે સોસાયટી પાસે બે અજાણ્યા ઈસમો વચ્ચે અકસ્માત થયો હતો. આ સમયે આયશાબાનુનો ભત્રીજો ઓસામા તેમાં વચ્ચે પડતો હોવાથી ફરિયાદીની બહેન શબનમબાનુએ તેને ના પાડી હતી. આ વાતથી ઉશ્કેરાઈને ઓસામાએ તેના સંબંધીઓ આયશાબાનુ, રેહાન અને સાજીદખાનને બોલાવ્યા હતા. આ શખસો હાથમાં દંડા લઈને આવ્યા હતા અને વાહનો તથા ઘરની બારીઓના કાચ તોડી નુકસાન કરવા લાગ્યા હતા. 

આ પણ વાંચો: મૃતકની આત્માએ પોતાને જ અપાવ્યો ન્યાય? અમદાવાદમાં 34 વર્ષ બાદ ઉકેલાયો હત્યાનો કેસ, ઘરમાં 20 ફૂટ ઊંડે મળ્યું હાડપિંજર

જ્યારે હુસેનાબાનુ અને તેમની બહેનો વચ્ચે પડી ત્યારે રેહાને હુસેનાબાનુને મોઢા પર દંડો માર્યો હતો. સાજીદખાને તેમની બહેન મુસ્કાનને માથામાં અને પડોશી મુબીનાબાનુને હાથે ઈજા પહોંચાડી હતી. હુમલાખોરો જતા-જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.



Source link

Related Articles

Back to top button