गुजरात

ડોક્ટરો પર હુમલો કરનાર મૃતકના 12 સગાંઓની ધરપકડ | 12 relatives of deceased arrested for attacking doctors



સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે મૃતદેહ ડી – કમ્પોઝ થઈ જવા મામલે ડોક્ટરો પર હુમલાના ગુનામાં રાવપુરા પોલીસે મૃતકના ચાર મહિલા સહિત 12 સગાંઓની ધરપકડ કરી છે.

ગઈકાલે સવારે સયાજી હોસ્પિટલ ખાતે કોલ્ડરૂમમાં રાખવામાં આવેલો એક વૃધ્ધાનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળતા નારાજ સગા સંબંધીઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવી કોલ્ડરૂમના સ્ટાફ અને તબીબો સાથે મારામારી કરી હતી.

પોલીસે તબીબની ફરિયાદના આધારે ૧૦થી ૧૨ અજાણી વ્યક્તિઓ સામે તબીબ વિશેષ ધારો, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જ્યારે સામાપક્ષો મૃતકના સગાંએ હોસ્પિટલની બેદરકારી મામલે કરેલ અરજીના આધારે તપાસ શરુ કરી છે.

દરમિયાન પોલીસે રાયોટિંગના ગુનામાં મૃતકના પુત્ર, પૌત્ર સહિત 12 સગાંઓની ધરપકડ કરી છે. જેમાં હિતેન કિરીટ વ્યાસ, હેત હિતેન વ્યાસ, હિરેન દિલીપ પંડયા, અમીતા હિતેન વ્યાસ, તેજસ્વી અમિત વ્યાસ (તમામ રહે. સરદારભવનનો ખાંચો), જીજ્ઞાસા પ્રતિક પટેલ (રહે. વાઘોડિયા રોડ) અને અંતિમાં અમરીશ વ્યાસ (રહે.યુ.એસ.એ/હાલ. વડોદરા)નો સમાવેશ થાય છે.

આજે પોલીસે ગુનાની વધુ તપાસ માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓ પૈકીના હિરેન પંડ્યા, હિતેન વ્યાસ અને હેત વ્યાસના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.



Source link

Related Articles

Back to top button