गुजरात

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વડોદરાના પાંચ સ્ટેશનો ખાતે પ્રવાસીઓની સુવિધામાં વધારો | Passenger facilities to be enhanced at 5 stations in Vadodara under Amrut Bharat Station Scheme



Vadodara Railway Station : વડોદરા રેલવે ડિવિઝનમાં પશ્ચિમ રેલવે દ્વારા વર્ષ 2025-26 દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. ડિવિઝનલ રેલવે મેનેજરના માર્ગદર્શન હેઠળ ઈજનેરી, ટ્રેક મેન્ટેનન્સ, માળખાકીય મજબૂતીકરણ અને મુસાફરોની સુવિધાઓમાં અનેક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વડોદરા ડિવિઝનના ઉત્રાણ, કોસંબા, ડેરોલ, ડાકોર અને કરમસદ સહિત પાંચ સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્ટેશનો પર ભવ્ય પ્રવેશ દ્વાર, આકર્ષક ફસાડ, હાઈ માસ્ટ લાઈટિંગ, આધુનિક વેઇટિંગ હોલ, ટિકિટ કાઉન્ટર, આધુનિક ટોયલેટ તથા દિવ્યાંગજન માટે રેમ્પ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. પ્રતાપનગર અને ગોધરા સ્ટેશનો પણ આ યોજનામાં તૈયાર થઈ ચૂક્યા છે.

સુરક્ષા વધારવા માટે ડિવિઝનમાં પાંચ રોડ ઓવરબ્રિજ (ROB) અને ત્રણ અંડરપાસ (RUB)નું નિર્માણ કરી લેવલ ક્રોસિંગને દૂર કરાયા છે. ટ્રેક મજબૂતી માટે 169 યુનિટ કમ્પ્લીટ ટ્રેક રિન્યુઅલ, 192 ટ્રેક કિલોમીટર થ્રૂ રેલ રિન્યુઅલ અને 118 ટ્રેક કિલોમીટર સ્લીપર રિન્યુઅલના કામ પૂર્ણ કરાયા છે.

15 બ્રિજોના સમારકામ, પાંચ બ્રીજની રી-ગર્ડરિંગ તથા 33 પુલોમાં એપ્રોચ ટ્રાંઝિશન કાર્ય પૂર્ણ કરાયા છે. ઉપરાંત 906 સ્ટીલ ચેનલ સ્લીપરનું નવિનીકરણ કરાયું છે, જેનાથી પુલોની મજબૂતીમાં વધારો થયો છે.

યાર્ડ સુધારણા હેઠળ નવ યાર્ડમાં 14 લેઆઉટમાં સુધારા, 972 ટર્નઆઉટનું સ્ટાન્ડર્ડાઇઝેશન તેમજ 68 યાર્ડમાં PRL લાઇન અપગ્રેડ કરવામાં આવી છે. 2472 સ્થળોએ ફ્રી જૉઇન્ટ્સ દૂર કરવામાં આવ્યા છે, જેના કારણે ટ્રેકની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.

ડેરોલ સ્ટેશન પર 12 મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજ બનાવાયો છે અને અન્ય આઠ સ્ટેશનો પર આ પ્રકારના બ્રિજનું કામ ચાલુ છે. 20 પ્લેટફોર્મનો વિસ્તરણ, 13 સ્ટેશનો પર કોચિંગ ઓપરેશન પેનલ, ત્રણ નવા FOB તથા નવ સ્ટેશનો પર કવર શેડ બનાવાયા છે.

આ સાથે જ 47 સ્ટેશનોને દિવ્યાંગજન અનુકૂળ બનાવ્યા છે તેમજ સ્ટાફ માટે 104 નવા આવાસોનું નિર્માણ થયું છે. સ્વચાલિત સીડીઓ, લિફ્ટ અને અંડરપાસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button