गुजरात

વડોદરાના વોર્ડ 13માં હુમલાની ભીતિ વચ્ચે ત્રણ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન | Police protection for three candidates in Ward 13 of Vadodara amid fear of attack



Vadodara : વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થતા શહેરના વોર્ડ નંબર 13માં હુમલાની શક્યતા ઊભી થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ ઉમેદવારોને સુરક્ષા પૂરી પાડી હતી. 

મતગણતરી દરમિયાન કંટ્રોલ રૂમ તરફથી નવાપુરા પોલીસ ટીમને વર્ધી મળી હતી કે વોર્ડ નંબર 13ના ઉમેદવારો પર હુમલાની શક્યતા છે. જેથી પોલીસે તાત્કાલિક ત્રણે ઉમેદવારોને બપોર સુધી પોલીસ પ્રોટેક્શન આપ્યું હતું, જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રાજેશ માળી, આમ આદમી પાર્ટીના મહેન્દ્ર માળી અને અપક્ષ ઉમેદવાર સચિનકુમાર દેવરેનો સમાવેશ થયો હતો.



Source link

Related Articles

Back to top button