જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા મનદુઃખના કારણે વેપારી અને તેના ભાઈ પર હુમલો : એક શખ્સ સામે પોલીસ ફરિયાદ | Businessman and his brother attacked due to anger during municipal elections in Jamnagar

![]()
Jamnagar Crime : જામનગર શહેરમાં ચૂંટણી મામલેના મનદુઃખના કારણે એક વેપારી યુવક અને તેના ભાઈને મારકૂટ કરી ધમકી આપતાં ગુનો નોંધાયો છે.
જામનગર શહેરમાં ચૂંટણી સંબંધિત મનદુઃખને કારણે ધમકી અને ઝપાઝપીનો બનાવ સામે આવ્યો છે. સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પવનચક્કી ઢાળીયા નીચે નવી નાતની વાડી પાસે આ બનાવ બન્યો હતો.
ફરીયાદી મયંકભાઈ દિનેશભાઈ ફલિયા (ઉ.વ.25, રહે. જામનગર) દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ, આરોપી રવી ઉર્ફે રવી ડોન મુકેશભાઈ મુંજાલ (રહે. મોદીનો વાડો, જામનગર) સાથે ચૂંટણી બાબતે પૂર્વ મનદુઃખ ચાલતું હતું.
બનાવના દિવસે આરોપી ફરીયાદીને જોઈ ઉશ્કેરાઈ ગાળો આપવા લાગ્યો હતો. દરમિયાન ફરીયાદીના ભાઈ કેતનભાઈ વચ્ચે પડતા આરોપીએ તેમની સાથે ઝપાઝપી કરી હતી અને ફરીયાદી તેમજ તેમના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 352 અને 351(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ સિટી એ. ડિવીઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.



