નોર્થ કેરોલિનાના લેબર કમિશનરનું એચ-1બી વેતન વધારવા સમર્થન | North Carolina Labor Commissioner supports raising H 1B wages

![]()
– ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મોટો ફટકો પડી શકે
– એચ-1બી વિઝા વર્કરો અમેરિકનોની નોકરી છીનવે છે, તેમના અને અમેરિકનોના સમાન વેતન નિયમો આવશ્યક : લ્યુક ફાર્લે
વોશિંગ્ટન : અમેરિકામાં નોર્થ કેરોલિનાના ટોચના શ્રમ કમિશનરે વિદેશી કામદારોને એચ-૧બી, એચ૧બીવન અને ઇ-૩ વિઝા હેઠળ વિદેશી કામદારોને રાખતા માલિકો માટે લઘુત્તમ વેતનના નિયમોમાં વધારો કરવાની વાતને સમર્થન આપ્યું છે. આના પગલે એચ-૧બી પર આધારિત વિદેશી કર્મચારીઓ અને મુખ્યત્વે ભારતીયોને તેના કારણે ફટકો પડે તેમ માનવામાં આવે છે.
નોર્થ કેરોલીનાના લેબર કમિશ્નર લ્યુક ફાર્લેએ જણાવ્યું હતું કે અમેરિકન કામદારોને વિદેશી વિઝા કાર્યક્રમના કારણે ફટકો પડયો છે, તેના કારણે તેમનું વેતન ઘટે છે. એચ-૧બી વિઝાએ અમેરિકન અને નોર્થ કેરોલિનાના કામદારોની જોબ છીનવી લીધી છે. ગયા સપ્તાહમ્મેં ટ્રમ્પ વહીવટીતંત્રએ લાવેલા નવા નિયમના સમર્થનમાં મારી નોંધ મમોકલી હતી, જેથી સુનિશ્ચિત કરી શકાય કે એચ-૧બી વિઝાધારકના કારણે અમેરિકન કામદારામાં વેતન કાપ ન આવે.
અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ લેબરના બ્રાયન પેસ્ટરનેકને લખેલા પત્રમાં ફાર્લેએ જણાવ્યું હતું કે તેમણે વર્તમાન વ્યવસ્થાની અંદર લાંબા સમયથી પડતર પ્રશ્નને જણાવ્યો છે, તેમા તે કેટલીક ક્ષતિઓ તરફ પણ ધ્યાન દોર્યુ છે જેના કારણે માલિકોને બજાર દર કરતાં નીચા દરે જોબ ભરવા મંજૂરી મળે છે. તેના કારણે વેતન પર ઘટાડા તરફી દબાણ સર્જાય છે. આના પગલે નોર્થ કેરોલિના અને અમેરિકન કામદારો માટે તકો બહુ ઓછી રહે છે.
પ્રસ્તાવિત નિયમનું ધ્યેય તે સુનિશ્ચિત કરવાનું છે કે બધા વિઝા કાર્યક્રમમાં વેતન બજારની સ્થિતિનું ચોકસાઇપૂર્વક પ્રતિબિંબ પાડતું હોવું જોઈએ. ૨૬ માર્ચના રોજ અમેરિકન શ્રમવિભાગે એચ-૧બી અને અન્ય વિઝા કાર્યક્રમના નવા નિયમો હેઠળ વેતન વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. શ્રમ વિભાગે આ મુદ્દે ૨૫ મે સુધીમાં જાહેર ટિપ્પણી મંગાવી છે.
ફાર્લેએ જણાવ્યું હતું કે નોર્થ કેરોલિનામાં કામની પ્રતિષ્ઠા, યોગ્ય સ્પર્ધા અને અમેરિકન ફર્સ્ટ જૃરી છે. અમે આ કાર્યક્રમ તેના મૂળ હેતુ તરફ પરત ફર્યો અને તેનો દૂરુપયોગ ઘટયો તેનાથી ખુશ છીએ. હું નવા પ્રસ્તાવિત નિયમને સમર્થન આપું છે. જો કોઈપણ બિઝનેસ આ વિઝા કાર્યક્રમ હેઠળ કોઈને લેવા માંગતો હોય તો તે બજારનું પ્રતિબિંબ પાડતો હોવો જોઈએ, કંઈ ક્વોલિફાઇડ અમેરિકનોની નોકરી છીનવીને તેના બદલે એચ-વન બી વિઝા વર્કરને ઓછા પગારે ન રાખી શકાય.



