मनोरंजन

સૈફની 3 વરસથી ડબ્બાબંધ ફિલ્મ કર્તવ્ય સીધી ઓટીટી પર આવશે | Saif film Kartavya which has been on hold for 3 years will come directly on OTT



– થિયેટરમાં રીલિઝની હિંમત ન ચાલી

– શાહરૂખ ખાન પ્રોડયૂસર હોવા છતાં ફિલ્મ લાંબા સમયથી અટકી પડી હતી

મુંબઇ : સૈફ અલી ખાનની ત્રણ વરસથી અભેરાઇએ ચડી ગયેલી ફિલ્મ ‘કર્તવ્ય’ હવે સીધી  ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે.  

આ ફિલ્મ શાહરુખ ખાને પોતાની કંપની રેડ ચિલીઝનાં બેનર હેઠળ બનાવી છે. 

‘કર્તવ્ય’માં સૈફ અલી ખાન ઉપરાંત રશ્મિકા દુગ્ગલ, ઝાકિર હુસૈન અને સંજય મિશ્રા જેવા કલાકારો નો સમાવેશ થાય છે. 

આ ફિલ્મના નિર્માણમાં અનેક વિધ્નો આવ્યાં હતાં. તેનું પ્રોડક્શન શિડયૂલ સતત ઠેલાતું રહ્યું હતું. છેવટે શાહરુખ કે સલમાન કોઈનેય આ પ્રોજેક્ટમાં રસ રહ્યો ન હતો.આથી ફિલ્મ થિયેટરમાં રીલિઝ કરવાને બદલે સીધી એક ઓટીટી પ્લેટફોર્મને વેચી દેવામાં આવી છે. 



Source link

Related Articles

Back to top button