गुजरात

પારકા પૈસે તાગડધિના, દુકાનમાં રૃ.૨.૬૦ લાખની ચોરી કરી જુગારમાં હાર્યો | Emon chon angang a soläni Rs 2 60 lakh



અમદાવાદ, બુધવાર

વસ્ત્રાલમાં પારકા પૈસે તાગડધિના કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેંમાં ચાર મહિના પહેલા નોકરી રાખેલા કર્મચારીએ સોનીની દુકાનમાંથી રોકડા રૃા. ૨.૬૦ લાખની ચોરી કરી હતી માલિકે પૂછતાં પોતે ચોરી કરી હતી એટલું જ નહી રૃપિયા જુગારમાં હારી ગયો હોવાની કબૂલાત કરી હતી. જો કે રૃપિયા આપવાનો વાયદો કર્યા બાદ નોકરી છોડીને જતો રહ્યો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાર મહિના પહેલા નોકરી રાખેલો ચોરી કર્યાની કબુલાત કરી રૃપિયા પાછા આપવાનો વાયદો કર્યો ને નોકરી છોડી જતો રહ્યો

 રામોલ વિસ્તારમાં રહેતા અને વસ્ત્રાલમાં સોના-ચાંદીનાની દુકાન ધરાવતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં પોરબંદર ખાતે રહેતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ડિસેમ્બર ૨૦૨૫માં નોકરી રાખ્યો હતો જ્યારે પણ ફરિયાદી હાજર ન હોય ત્યારે દુકાનની તમામ જવાબદારી તે નિભાવતો હતો.

તા. ૨૮-૧૨-૨૦૨૫ના રોજ ફરિયાદી બહાર ગામ ગયા હતા અને પરત આવીને તિજોરીમાં જોતા રોકડા રૃા. ૨.૬૦ લાખની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. જેથી ફરિયાદીએ પૂછતાં પોતે ચોરી કરી હતી અને રૃપિયા જુગારમાં હારી ગયો હોવાની કબૂલાત કરી હતી. જો કે રૃપિયા આપવાનો વાયદો કર્યા બાદ નોકરી છોડીને જતો રહ્યો હતો. આ ઘટના અંગે રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button