गुजरात

સોસાયટીમાં પ્રવેશબંધી-મોંઘવારી છતાં ભાજપ કેમ જીત્યું? જાણો શું હતો અસંતોષ ડામવાનો માસ્ટર પ્લાન | Gujarat Local Body Polls BJP Wins Through Micro Management Despite Anti Incumbency Public Anger



Gujarat Local Body Elections 2026: ભાજપે ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર ભગવો લહેરાવી દીધો છે. ચૂંટણી પહેલાં રોડ પર દેખાતો જનઆક્રોશ ઇવીએમમાં ક્યાંય દેખાયો ન હતો. રાંધણગેસની અછત, મોંઘવારી અને બેરોજગારી જેવા સળગતા મુદ્દાથી જનતા ભારોભાર નારાજ છે તેમ છતાંય ભાજપને ઉની આંચ આવી નથી. આ વખતે ભાજપ શામ, દામ, દંડ, ભેદની નીતિથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યું છે. ભાજપ ચૂંટણી સોગઠા ગોઠવવામાં માહેર સાબિત થયું છે.

જનાક્રોશ છતાં પરિણામોમાં ભાજપનો દબદબો

ટિકિટની વહેંચણી બાદ ભાજપમાં એટલો આંતરિક અસંતોષ વધ્યો હતો કે, ઠેર ઠેર ભાજપના ઉમેદવારોને પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું. સોસાયટીઓમાં ભાજપના ઉમેદવારો પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. અસંતુષ્ટો પાછલા બારણે એવા સક્રિય થયાં કે, ચૂંટણી પરિણામ પર અસર થશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું હતું. પણ આવું કશુંય થયું નહીં તેનું કારણ એ છે કે, ભાજપની નેતાગીરી ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી હતી. આ કારણોસર અસંતુષ્ટોની ધાર બુઠી થઈ હતી. ચૂંટણીમાં તેઓ કશું જ કરી શક્યાં નહીં.

શામ, દામ, દંડ અને ભેદની નીતિ

આ તરફ, કાળઝાળ ગરમી અને લગ્નગાળો હોવા છતાંય ભાજપે બુથ માઇક્રો મેનેજમેન્ટથી મતદારોને મતદાન મથક સુધી લાવવામાં સફળતા મેળવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારો સાથે સતત સંપર્ક બનાવી ભાજપ તરફી માહોલ ઊભો કરવામાં આવ્યો હતો જેથી વિપક્ષોની વાત મતદારો સુધી પહોંચી શકી ન હતી. વિપક્ષોને ચૂંટણી મેદાનને કેવી રીતે મ્હાત આપવી તે માટે ભાજપે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી જે સફળ સાબિત થઈ હતી.

આ પણ વાંચો: વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ ‘ધમકી’એ પલટી નાંખી બાજી?

વિકલ્પના અભાવે મતદારોની પસંદગી

મતદારો પણ વિકલ્પ શોધી રહ્યાં હતાં પણ ગુજરાતમાં નબળા વિપક્ષને કારણે ભાજપ મતદારોની નાછૂટકે પસંદ બની રહ્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાન, અશાંતધારો, યુસીસી જેવા મુદ્દાઓને લીધે કટ્ટર મતદારોના મત મેળવવામાં ભાજપ સફળ રહ્યું હતું. આમ કુલ મળીને ભાજપને ચૂંટણી મેનેજમેન્ટના માધ્યમથી બહુમતી સાથે વિજય મેળવવી શક્યું હતું.


સોસાયટીમાં પ્રવેશબંધી-મોંઘવારી છતાં ભાજપ કેમ જીત્યું? જાણો શું હતો અસંતોષ ડામવાનો માસ્ટર પ્લાન 2 - image



Source link

Related Articles

Back to top button