दुनिया

ભારત-રશિયામાં ફાસ્ટ-ટ્રેક ફર્ટિલાઇઝર ફેકટરી બાંધશે : ભારત-રશિયાનું સંયુક્ત સાહસ બનશે | India Russia to build fast track fertilizer factory: India Russia joint venture to be formed



– ભારતની ત્રણ કંપનીઓ અને રશિયાની યુરિયા ફેકટરી બે વર્ષમાં રૂ. 20,000 કરોડનું યુરિયા ઉત્પન્ન કરશે : મધ્ય પૂર્વમાંથી આવતું ઘટી જતાં આ નિર્ણય લેવાયો

નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં જામી રહેલા યુધ્ધે ભારતની યુરિયાની જરૂરિયાતો ઉપર ગંભીર અસર કરી છે. તેથી ભારતે રશિયા સાથે ફાસ્ટ-ટ્રેક ફર્ટિલાઇઝર ફેકટરી બાંધવા નિર્ણય કર્યો છે. આ ફેકટરી ભારત રશિયાનું સંયુક્ત સાહસ હશે. અને બે વર્ષમાં તે ઉત્પાદન શરૂ કરશે.

ઇંડીયન પોટાશ કંપનીના મેનેજિંગ ડાયરેકટર પી.એસ. ગરેવાને પત્રકારોને આ માહિતી આપતાં જણાવ્યું હતું કે પોટાશ ફર્ટીલાઇઝર્સ માટે મહત્વની જરૂરિયાત છે. તે રશિયાના સમારા સ્થિત સાથે સહકારમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવાની છે.

ભારતીય એગ્રીકલ્ચર નાઇટ્રોજન- બેઝડ યુરિયા ફર્ટિલાઇઝર્સ ઉપર ઘણું આધારભૂત છે.

મધ્ય પૂર્વમાં અમેરિકા- ઇઝરાયલ ઇરાનનાં યુદ્ધે યુરિયાની ખેંચ ઉભી કરી દીધી છે. ભારત દર વર્ષે આશરે ૩૦૦ લાખ મે.ટન યુરિયા વાપરે છે. તે પૈકી ૭૧% યુરિયા તો મધ્યપૂર્વમાંથી મેળવે છે. સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝના અમેરિકાએ કરેલા બ્લોકેજને લીધે સ્થિતિ ઘણી વણસી છે.

ત્રણ ભારતીય કંપનીઓ રશિયાની કંપની સાથે સહકાર સાધી યુરિયાનું ઉત્પાદન કરવાની છે. તેમાં ઇંડીયન પોટાશ લિમિટેડ, રાષ્ટ્રીય ફર્ટિલાઇઝર્સ લિમિટેડ તથા નેશનલ ફર્ટિલાઇઝર્સ કંપની જોડાયેલી છે.



Source link

Related Articles

Back to top button