LIVE : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ, સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થશે | Gujarat Local Body Election Results 2026 AMC and SMC and All Gujarat

Gujarat Local Body Election Results: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યની 15 મહા નગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.
રાજ્યની 15 મહા નગરપાલિકામાં 49% અને 84 નગરપાલિકામાં 59% મતદાન થયું હતું, જ્યારે 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં અનુક્રમે 61 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે 24 એપ્રિલે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે, લોકસભા અને વિધાનસભાનો લિટમસ ટેસ્ટ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 732 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
વિવિધ એકમો પ્રમાણે વાત કરીએ તો 15 મહા નગરપાલિકામાં 43, 84 નગર પાલિકામાં 385, 34 જિલ્લા પંચાયતમાં 52 અને 260 તાલુકા પંચાયતમાં 252 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થશે.
Gujarat Local Body Election Results LIVE:
મતગણતરી શરૂ, સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં ભાજપનો વિજય નક્કી, નેતૃત્વ વિહોણી કોંગ્રેસની બેઠકો વધશે
ભાજપે 700થી વધુ બેઠકોનો તો મતદાન પહેલાં જ બિનહરિફ જીતી લીધી હતી. આજે ચુંટણી પરિણામ આવી રહ્યા છે ત્યારે લોકોને અત્યારથી રાજકીય આકલન શરૂ કરી દીધું છે. એક તરફ ભાજપ અબ કી બાર બધી જ પારના નારા સાથે મેદાને છે તો બીજી તરફ વિપક્ષ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જોકે સત્તા અને પૈસાના જોરે ભાજપ વિપક્ષને ખરીદવામાં માહેર હોવાથી કોંગ્રેસ અને આપ માટે ગુજરાતમાં સત્તામાં આવવું મુશ્કેલ દેખાય છે.
બુકીઓના મતે ચાર મહાનગરોમાં ફરી ભગવો
જો બુકી બજારનું માનીએ તો આજે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકામાં ફરીથી ભગવો જ લહેરાવા જઈ રહ્યો છે. જોકે એક વાત એ છે કે આ ચારેય મનપામાં ભાજપ જીતશે તો ખરું પણ તેની બેઠકોમાં નક્કીપણે ઘટાડો થવાનો છે. એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં વિપક્ષનું જોર વધશે.
ચૂંટણી પહેલાનું ઉમેદવાર અને બેઠકોનું ગણિત પણ સમજો

ભાજપ સામે ગઢમાં સત્તા જાળવવાનો પડકાર
ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક સોસાયટીના રહીશોએ પ્રચાર કરવા આવેલા ભાજપના ઉમેદવારો અને સમર્થકોને કાઢી મૂક્યા હતા અને તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી. ભાજપ અહીં દાયકાઓથી સત્તામાં છે. ત્યારે આ વખતે એન્ટી ઈન્કમબન્સી ભાજપને નડી શકે છે. જે આપ અને કોંગ્રેસ જેવા પક્ષો માટે એક ચાન્સ બની રહેશે કે તેઓ ભાજપના સૌથી મજબૂત ગઢમાં ગાબડું પાડી શકે.
મતગણતરી શરૂ થાય તે પહેલા મનપાની સ્થિતિ

ગુજરાતની કુલ 17 મહા નગર પાલિકા
અમદાવાદ
સુરત
વડોદરા
રાજકોટ
જામનગર
ભાવનગર
નવસારી
વાપી
કરમસદ-આણંદ
નડિયાદ
મહેસાણા
સુરેન્દ્રનગર
મોરબી
પોરબંદર
ગાંધીધામ
નોંધ: ગાંધીનગર અને જૂનાગઢમાં મહા નગર પાલિકાની ટર્મ ચાલુ હોવાથી ત્યાં ચૂંટણી નહીં યોજાય.



