गुजरात
નવાયાર્ડમાં મોડી રાત્રે કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, ગેસનું ગોડાઉન બચાવી લીધું | massive fire broke out in chemical company’s godown in Navayard late at night

![]()
Vadodara Fire : વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે એક કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે ગભરાટ કરાયો હતો. નજીકમાં જ ગેસ એજન્સીનું ગોડાઉન હોવાની પણ માહિતી મળી છે. જે બચાવી લેવામાં આવ્યું છે.
નવા યાર્ડ જુની રામવાડી ખાતે લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ સ્થળે આવેલી નેશનલ કેમિકલ કંપનીના ગોડાઉનમાં લાગેલી આગ એટલી પ્રચંડ બની હતી કે તેના દ્રશ્યો લોકોને ગભરાવી મૂકે તેવા હતા.
કંપનીની આસપાસ એક પરિવાર રહેતું હોવાથી લોકોએ તેને બહાર નીકળી જવા માટે કહ્યું હતું. જેથી કોઈ જાનહાની થઈ નથી. વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. પોલીસે પણ બનાવની વિગતો મેળવી હતી જ્યારે વીજ કંપનીની ટીમ પણ મદદ માટે આવી હતી.



