गुजरात

અમદાવાદ: જમાલપુરમાં મોડી રાત્રે અંગત અદાવતમાં આધેડની ઘાતકી હત્યા, ત્રણ શખસો સામે ફરિયાદ | Ahmedabad Clash in Jamalpur Turns Fatal One Dead Another Injured



Ahmedabad Crime News: અમદાવાદના જમાલપુર તાનગરવાડ પાસે ગતમોડી રાત્રે જૂની અદાવતને લઈને હિંસક અથડામણ થઈ હતી. અંગત અદાવતમાં કરવામાં આવેલા જીવલેણ હુમલામાં એક આધેડનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક શખસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો.

હુમલામાં મહેબૂબ પઠાણનું મોત

મળતી માહિતી અનુસાર, 25મી એપ્રિલના રોજ જમાલપુર તાનગરવાડ પાસે મહેબૂબ પઠાણ અને જરગુલ પઠાણ નામના બે શખસો પર કેટલાક શખસોએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેબૂબ પઠાણને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે હુમલામાં વચ્ચે પડેલા જરગુલ પઠાણને પણ ઈજાઓ થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ત્રણ શખસો સામે ગુનો દાખલ

હત્યાની આ ઘટના અંગે ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ મામલે સલીમ પઠાણ અને હનીફા પઠાણ સહિત 3 શખસો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. હત્યા પાછળનું મુખ્ય કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે.



Source link

Related Articles

Back to top button