गुजरात

રાજકીય પક્ષોનું સ્લીપ મેનજમેન્ટ ખોરવાયું,ચૂંટણી પંચે તમાશો જોયો | Ekkewe banner seni ewe BJP ra ffér únúkkún ewe leenien uttut



અમદાવાદ, રવિવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા વોર્ડ-ભાગ મતદાન ક્રમાંક તથા મતદાન મથક સહિતની વિગતો દર્શાવતી સ્લીપો મોટા ભાગે ઘરે ઘરે પહોંચતી કરી ન હતી, જેને લઇને મતદારોએ કલેકટર કચેરીમાં માહિતી મેળવી રહ્યા હતા. કેટલાક મતદારો કાળઝાળ ગરમીમાં રઝળપાટ કરવાના બદલે મતદાન કરવાનું જ ટાળ્યું હતું. તેમજ આચાર સંહીત છતાં ભાજપના બેનારો મતદાન મથકોએ લટકતા હોવાના કલેકટરના કન્ટ્રોલરૃમામાં ફોન આવ્યા હતા.

 આચાર સંહિતા છતાં મતદાન મથક નજીક ભાજપના બેનરો લટકી રહ્યા ઃ કલેકટર કન્ટ્રોલરૃમમાં ૬૨ ફરિયાદો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઢોલ નગારા સાથે પ્રચાર જોરશોરથી કર્યો હતો પરંતું સ્લીપ મેનેજમેન્ટમાં નબળા સાબિત થયા હતા કારણ કે ઘરે ઘરે મતદાન કરવાની પૂરી વિગતો સાથેની મતદાન સ્લીપો ઘરે ઘરે પહોંચી ન હતી બીજીતરફ ચૂંટણી પંચ દ્વારા એસઆઇઆરની કામગીરી બાદ મતદારો પરેશાન થઇ ગયા હતા જેમાં ખાસ કરીને વર્ષોથી જેમના મતદારયાદીમાં નામ હતા તે આ વખતે મતદાર યાદીમાંથી નામ ગાયબ તથા કેટલાકના મતદાન મથકો પણ બદલાયા હોવાથી એક બુથથી બીજા મતદાન બુથ ઉપર ધક્કા ખાવા પડયા. 

કલેટકટર કચેરીના કન્ટ્રોલરૃમમાં ૬૨ ફરિયાદો મળી હતી જેમાં અમારે ક્યાં મતદાન કરવા જવાનું તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેમજ નિકોલ ગોતા, ઓઢવ સહિતના વિસ્તારમાં મતદાન મથકથી નક્કી કરાયેલા વિસ્તારમાં રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા મતદારોને કયા બુથમાં મતદાન કરવા જવાની માહિતી આપવા ટેબલો મૂક્યા હતા, જ્યાં આચાર સંહિતા છતાં ભાજપ પક્ષના બેનરો લગાડેલા હતા. કલેટકટર કચેરી દ્વારા તાત્કાલીક અસરથી હટાવી લીધા હતા.



Source link

Related Articles

Back to top button