दुनिया

નકામી વાતો કરવાનો કોઈ અર્થ નથી : ડોનાલ્ડ ટ્રમ્પ, ઈસ્લામાબાદ મુલાકાત રદ્દ કરવા અંગે ટ્રમ્પે કરેલી સ્પષ્ટતા | Donald Trump Trump’s clarification on cancelling Islamabad visit



– (વ્યાપક) યુદ્ધ થવાની અત્યારે તો કોઈ સંભાવના નથી

– ફલોરિડાનાં પામ-બીચથી વોશિંગ્ટન જતાં પૂર્વે પ્રમુખે કહ્યું : જેને કોઈ ઓળખતું પણ નથી તેમને મળવા 15-16 કલાકની વિમાન યાત્રા નિરર્થક છે

પામબીચ (ફલોરિડા) : ફલોરિડામાં પામબીચ સ્થિત આંતરરાષ્ટ્રીય વિમાન ગૃહે વોશિંગ્ટન ડીસી જવા રવાના થતાં પહેલાં પ્રમુખ ટ્રમ્પે પત્રકારોને કરેલાં સંબોધનમાં કહ્યું હતું કે નકામી વાતો કરવાનો કોઈ અર્થ નથી.

અમેરિકી પ્રતિનિધિ મંડળને ઈરાન સાથે મંત્રણા કરવા ઈસ્લામાબાદ જવાની તેમણે કહેલી ‘ના’નો બચાવ કરતાં પ્રમુખે વધુમાં કહ્યું હતું કે જેમને કોઈ ઓળખતું જ નથી, તેમને મળવા માટે ૧૫થી ૧૬ કલાકની વિમાનયાત્રા નિરર્થક છે.

શનિવારે (સ્થાનિક સમય પ્રમાણે) પત્રકારોને આ રીતે કહેવા સાથે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ઈસ્લામિક રીપબ્લિકને પરમાણુ શસ્ત્રોથી સજ્જ થવા દેવાય જ નહીં.

જોકે આ સાથે તેઓએ તે પણ સ્પષ્ટતા કરી હતી કે (વ્યાપક) યુદ્ધ થવાની અત્યારે તો કોઈ સંભાવના નથી. તેઓએ ફરી કહ્યું કે જેમના વિષે કોઈએ પહેલાં કશું સાંભળ્યું જ ન હોય તેમને મળવા માટે ૧૫-૧૬ કલાકની વિમાનયાત્રા નિરર્થક છે.

તેઓએ અમોને એક પત્ર આપ્યો છે, તે સારૃં કર્યું છે તે પછી તુર્ત જ માત્ર ૧૦ મિનિટમાં જ તેમણે બીજો પત્ર પાઠવ્યો. પરંતુ આપણી પાસે તમામ પત્તાં છે તેઓ આપણી સાથે (ફોન ઉપર) વાત કરી જ શકે છે. પરંતુ ૧૮ કલાક બેઠા રહી અર્થહીન વાતો તો ન જ કરી શકાય તેમ પણ તેમને કહ્યું.

તે સર્વવિદિત છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ, નાયબ વડાપ્રધાન ઈશાન દમ્ અને લશ્કરના વડા અસીમ મુનીરને મળી ઓમાન ગયા હતા. ત્યાંથી તેઓ રશિયા જવા રવાના થવાના હતા. તે પૂર્વે તેમણે કહ્યું કે પાકિસ્તાનના નેતાઓ સાથેની તેમની મંત્રણાઓ ઘણી ફળદાયી નીવડી હતી. પરંતુ ઈરાનને અમેરિકાના ઈરાદાઓ વિષે શંકા છે તે રાજદ્વારી રીતે પ્રશ્નનો ઉકેલ લાવવા માટે કેટલું ગંભીર છે તે જોવાનું રહે છે.

તે સર્વવિદિત છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે મતભેદનું મુખ્ય કારણ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ છે. તે ઉપરાંત હોર્મૂઝ સમુદ્રધુનિ ખુલ્લી કરવા અંગે પણ બંને વચ્ચે ઝઘડો ચાલે છે.



Source link

Related Articles

Back to top button