दुनिया

હિલ્ટન હોટેલમાં જ 45 વર્ષ પૂર્વે પ્રમુખ રોનાલ્ડ રીગન પર ગોળીઓ ચાલી હતી | President Ronald Reagan was shot 45 years ago at the Hilton Hotel



– પ્રમુખ રોનાલ્ડ રીગનને છ ગોળીઓ વાગી હતી જે પૈકી એક ગોળી તો છાતીમાં વાગી હતી

વોશિંગ્ટન : હોટેલ હીલ્સની વૉશિંગ્ટન ડીસી ઉપરાંત ન્યુયોર્ક સહિત અમેરિકાનાં અન્ય શહેરમાં પણ છે. હોટેલ હીલ્સ ન્યૂયોર્કનાં ૧૫ મા માળે ભારતના તે સમયના વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ ઉતર્યા હતા. તેઓને બહુ પસંદ ન હતું પરંતુ પ્રોટોકોલ પ્રમાણે તેઓને ત્યાં ઉતરવું પડયું હતું. ત્યાંથી વિશ્વનું મોટામાં મોટું શેરબજાર ન્યૂયોર્ક શેરબજાર આવેલું છે તે ફીફ્થ સ્ટ્રીટ દેખાતી હતી. તે સમયે પત્રકારોમાં ઉપસ્થિત હતા. તેમણે પૂછ્યું આ જોયા પછી આપને શું કહેવું છે ? ત્યારે જેમને માટે અમેરિકામાં મીસ્ડ મીનિસ્ટર જેવો શબ્દ પ્રયોગ કરાયો હતો, તેવા મોરારજી ભારતને કહ્યું : ધીસ ઈઝ એ ગ્રેટ વે ઓફ લીવીંગ, બટ આઈ ડોન્ટ થિંક ઇન્ડિયા શૂડ ફોલો ઈટ. (આ રહેવાની અદ્ભુત રીત છે. પરંતુ હું નથી માનતો કે ભારત તેને અનુસરે.

એવી એ હોટેલ હીલ્ટન વોશિંગ્ટનમાં અનેક પ્રમુખો, રાજાઓ, વડાપ્રધાનો રહ્યા છે. આ હોટેલમાં જ ૪૫ વર્ષ પહેલાં (૧૯૮૧માં) પ્રમુખ રોનાલ્ડ રીગન ઉપર છ છ ગોળીઓ વરસાવવામાં આવી હતી. તે પૈકી એક તો તેઓની છાતીમાં વાગી હતી. જોકે તુર્ત જ તેઓ ઉપર સર્જરી કરી તેઓને બચાવી લેવાયા હતા.

આ વખતે પ્રમુખ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ ઉપર પણ ગોળીબાર થયો હતો. પરંતુ તે બંને બચી ગયા હતા. પ્રમુખ રીગન ઉપર થયેલા ગોળીબારની વિગતો આર્કાઈવ્ઝમાંથી મળી આવે છે. પ્રમુખ ટ્રમ્પ ઉપર ગોળી ચલાવનારને બેંકવેટ હોલમાં જ્યાં રોકવામાં આવ્યો હતો. કારણ કે મેગ્નેટોમીટર સ્કેનીંગ દરમ્યાન જ તેની ઉપર શંકા ઉપસ્થિત થતી હતી. તેથી તેણે બારણા બહાર જ ઊભા રહી ધડાધડ ગોળીઓ છોડવી શરૂ કરી દીધી હતી. પરંતુ તે નિશાન ચૂકી ગયો હતો.

પ્રમુખનો કાર્યક્રમ યોજાવાનો હોવાથી હોટેલ સામાન્ય લોકો માટે સવારના ૨ થી રાત્રીના ૮ સુધી બંધ રખાઈ હતી. બોલરૂમ જ્યાં ભવ્ય ડીનર યોજવા માટે પણ વ્યવસ્થા કરવી પડી. ત્યાં ટ્રમ્પ ઉપર થયેલા ગોળીબાર સમયે ૨,૩૦૦ ગેસ્ટ ઉપસ્થિત હતા.



Source link

Related Articles

Back to top button