गुजरात

વડોદરા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બે કલાકમાં 11% મતદાન | More voting in rural areas than Vadodara city 11 Percentage voting in two hours



વડોદરા શહેર કરતાં વડોદરા જિલ્લામાં મતદાન નું પ્રમાણ વધુ હોવાનું જણાઈ આવ્યું છે. 

વડોદરા શહેર કરતાં વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં મતદાન મથકો નું અંતર વધુ હોવા છતાં લોકોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જેને પરિણામે શરૂઆતના બે કલાકમાં કોર્પોરેશન કરતા જિલ્લામાં વધુ ટકાવારી જોવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોર્પોરેશન માં શરૂઆતના બે કલાકમાં છ ટકા જેટલું મતદાન થયું છે ત્યારે વડોદરા જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતોમાં 11%થી વધુ મતદાન થયું છે. 

શહેર જિલ્લાના મતદાન મથકોએ પોલીસ દ્વારા પણ મતદારોને મદદ કરવામાં આવી રહી છે. વૃદ્ધ અને દર્દીઓને પોલીસ સુરક્ષિત રીતે મતદાન મથક સુધી લઈ જતી હોવાના અનેક સ્થળોએ કિસ્સાઓ જોવા મળ્યા હતા.



Source link

Related Articles

Back to top button