दुनिया

‘આ ઘટના મને ઈરાન વિરુદ્ધ યુદ્ધ જીતતા નહીં રોકી શકે…’ ફાયરિંગ બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન | Donald Trump Statement After Washington Hotel Firing:


Donald Trump Firing News : ‘વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર’ દરમિયાન થયેલા ફાયરિંગ બાદ પ્રમુખ ટ્રમ્પે પ્રેસને સંબોધિત કરતા પોતાની અને કેબિનેટની સુરક્ષાની પુષ્ટિ કરી છે. ટ્રમ્પે સિક્રેટ સર્વિસની ત્વરિત કાર્યવાહીના વખાણ કરતા જણાવ્યું કે હુમલાખોર પકડાઈ ગયો છે અને આ સ્થગિત થયેલો કાર્યક્રમ આગામી 30 દિવસમાં ફરી યોજવામાં આવશે.

સુરક્ષા એજન્સીના વખાણ

ટ્રમ્પે કહ્યું કે, ફાયરિંગ દરમિયાન સિક્રેટ સર્વિસે અત્યંત બહાદુરી બતાવી. તેમણે મને, મેલાનિયા અને જેડી વેન્સ સહિત તમામ લોકોને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢ્યા તે કાબિલે તારીફ છે. પકડાયેલો હુમલાખોર કેલિફોર્નિયાનો છે અને તે માનસિક રીતે બીમાર હોવાનું જણાવવામાં આવ્યું છે. ટ્રમ્પે ખુલાસો કર્યો કે એક સુરક્ષા અધિકારીને ખૂબ નજીકથી શક્તિશાળી ગનથી ગોળી મારવામાં આવી હતી, પરંતુ બુલેટપ્રૂફ જેકેટના કારણે તેનો જીવ બચી ગયો છે.

'આ ઘટના મને ઈરાન વિરુદ્ધ યુદ્ધ જીતતા નહીં રોકી શકે...' ફાયરિંગ બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન 2 - image

ઈરાનનો કર્યો ઉલ્લેખ

ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે આ પ્રકારની કાયરતાપૂર્ણ ઘટનાઓ મને મારા મિશનથી પીછેહઠ કરવા મજબૂર નહીં કરી શકે. ઈરાનનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે આવી ઘટનાઓ મને ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં જીત હાંસલ કરતા રોકી નહીં શકે. 

કાર્યક્રમ ફરી યોજાશે

આ ઘટનાને કારણે ડિનર પ્રોગ્રામ અટકાવવો પડ્યો હતો, જે હવે 30 દિવસમાં ફરી આયોજિત થશે. વોશિંગ્ટન હિલ્ટન હોટલના બોલરૂમમાં જ્યારે અંદાજે 2,600 મહેમાનો (પત્રકારો, હોલીવુડ સ્ટાર્સ અને રાજકારણીઓ) હાજર હતા, ત્યારે અચાનક ફાયરિંગ શરૂ થયું હતું. મંચ પર ટ્રમ્પની સાથે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથ પણ હાજર હતા. સુરક્ષા પ્રોટોકોલ મુજબ તરત જ લાઈટો ઓન કરી દેવામાં આવી હતી અને ટ્રમ્પને ટેબલ નીચે છુપાવ્યા બાદ સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.

ઐતિહાસિક કાર્યક્રમમાં વિઘ્ન

આ ડિનર જેને ‘નર્ડ પ્રોમ’ કહેવામાં આવે છે, તે આ વખતે ઐતિહાસિક હતું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષો સુધી બહિષ્કાર કર્યા બાદ પ્રથમ વખત તેમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અત્યારે ‘પરફેક્ટ કન્ડિશન’ માં છે.



Source link

Related Articles

Back to top button